• સુરતમાં ભેજાબાજનું કારસ્તાન – 33 વર્ષિય પરિણીતાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવ્યું
  • એકાઉન્ટના સ્ટેટસાં ફોટો ચઢાવીને ‘I LOVE YOU JAAN’ લખી સ્ટેટસ અપલોડ કર્યું

#Surat - પરિણીતાનું ફેક એકાઉન્ટ બનાવી ફોટો નીચે લખ્યું 'I LOVE YOU JAAN' અને મોકલી સસરાને ફ્રેન્ડ રીકવેસ્ટ, પછી શું થયું જાણો

WatchGujarat. સુરતમાં એક ભેજાબાજે પરિણીતાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી તેના જ સસરાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી હતી. એટલુ જ નહી આ સાથે સોશિયલ મિડીયા એકાઉન્ટના સ્ટેટસમાં પરિણીતાનો ફોટો મુકી તેના ઉપર ‘I LOVE YOU JAAN’ જાન લખ્યું હતું.જો કે. પરિણીતા પાસે મોબાઈલ પણ નથી અને તેને કોઈ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું પણ ન હોવાથી સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી 33 વર્ષીય પરિણીતાના સસરા પર તેણીના નામથી ફેસબુક પર ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી હતી. જેથી તેના સસરાએ પરિણીતાને જાણ કરી હતી. પરિણીતાની ફ્રેન્ડ રીક્વેસ્ટ જોઈ ખુદ સસરા પણ ચોંકી ગયા હતા. તેની પાછળનું કારણ હતું કે, પરિણીતા પાસે મોબાઈલ ફોન નથી અને તે સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ કરતી નથી.

એટલું જ નહી પરંતુ ફેસબુક સ્ટેટ્સમાં પરિણીતાના ફોટા સાથે સ્ટેટરસમાં ‘I LOVE YOU JAAN’ પણ લખવામાં આવ્યું હતું કોઈ ભેજાબાજે આ કરતુત કરી હોવાથી પરિણીતાએ આ સમગ્ર મામલે પોલીસમાં અરજી કરી છે પોલીસમાં અરજી કરવા છતાં બદમાશે ફેક એકાઉન્ટ ચાલુ રાખ્યું હતું. દરમિયાન ગત 24મી નવેમ્બરના રોજ સોશિયલ મીડિયાના એકાઉન્ટ સ્ટેટસમાં પણ તસવીરો મુકી તેના ઉપર અંગ્રેજીમાં આઈ લવ યુ માય જાન લખ્યું હતું.

બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. જેમાં સાયબર ક્રાઈમે આ કૃત્ય કરનાર અને ઉધના ખાતે રહેતા રણજીત રવીન્દ્ર નાયક નામના ઇસમની અટકાયત કરી છે. અને તેણે આ કૃત્ય શા માટે કર્યું તેમજ અગાઉ પણ તેણે આ કૃત્ય કર્યું છે કે કેમ દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.

More News #ફેક એકાઉન્ટ #Surat #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud