ઓલપાડમાં ખાનગી કાર્યક્રમમાં ભાજપના કાર્યકર હોય તેમ ભાષણનો આરંભ કરતા મામલો ગરમાયો
આ મામલે શું એક્શન લેવાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે
ડેપ્યુટી કલેક્ટરે ગુજરાત સેવા શિષ્ટ અને અપીલના નિયમો-1971 ની કલમનો સ્પષ્ટ ભંગ કરી સરકારી શિષ્ટનું પાલન ન કરેલુ હોવાથી તેઓની સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ
WatchGujarat. સુરતના ઓલપાડના કાછોલમાં ખાનગી ચેનલના યોજાયેલા એક કાર્યક્રમમાં ડેપ્યુટી કલેકટર આર.આર.બોરડ દ્વારા ગુજરાત સરકારના બદલે ભાજપ સરકાર બોલાતા જિલ્લા કોગ્રેસ દ્વારા તકેદારી આયોગમાં ફરિયાદ કરાઇ હતી.
ઓલપાડ ખાતેના કાર્યક્રમમાં સરકારી અધિકારી દ્વારા ભાજપના કાર્યકર હોય તેવા વર્તનને પગલે વિવાદ ઉભો થયો છે. ફરિયાદ મુજબ કાર્યક્રમ દરમ્યાન ઉચ્ચ કક્ષાના અધિકારી ભાજપ પક્ષના કાર્યકર હોય તેમ જાહેરમાં તેમના ભાષણની શરૃઆતમાં ભાજપ સરકાર શબ્દ વાપરીને ગુજરાત સેવા શિષ્ટ અને અપીલના નિયમો-1971 ની કલમનો સ્પષ્ટ ભંગ કરી સરકારી શિષ્ટનું પાલન ન કરેલુ હોવાથી તેઓની સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.
અત્રે નોંધનીય છે કે, આ પ્રકારનો કિસ્સો તાજેતરમાં સામે આવ્યો નથી. સંભવિત રીતે રાજ્યનો પ્રથમ કિસ્સો હોઇ શકે છે. આ કિસ્સો તમામ સરકારી કર્મચારીઓ માટે લાલ બત્તી સમાન છે. જો કોઇ દ્વારા જાણતા કે અજાણતા આ પ્રકારની ભુલ થાય તો તેમની મુશ્કેલીઓમાં આવનારા સમયમાં વધારો થઇ શકે છે. જિલ્લા કોંગ્રેસ દ્વારા આ મામલે તકેદારી આયોગમાં ફરિયાદ કરવામાં આવી હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે. હવે આ મામલે શું એક્શન લેવાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. પરંતુ આ મામલે સપાટી પર આવતા જ સરકારી કર્મચારીઓ તેમની જીભ ના લપસે તે માટે બનતા પ્રયત્નો જરૂર કરશે તે વાત નક્કી છે.
- ઓલપાડમાં ખાનગી કાર્યક્રમમાં ભાજપના કાર્યકર હોય તેમ ભાષણનો આરંભ કરતા મામલો ગરમાયો
- આ મામલે શું એક્શન લેવાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે
- ડેપ્યુટી કલેક્ટરે ગુજરાત સેવા શિષ્ટ અને અપીલના નિયમો-1971 ની કલમનો સ્પષ્ટ ભંગ કરી સરકારી શિષ્ટનું પાલન ન કરેલુ હોવાથી તેઓની સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ