• અગિયાર મહિના પહેલા મિલકત જુની હોવાથી પડી ગઈ હતી, મીલકતનો કાટમાળ અને મશીનરી ત્યાં જ પડી હતી.
  • ભાડે આપવાની જગ્યા ખોલવડગામ હોવાનું કામરેજ ટોલટેક્સ થઈ આગળ ગિરિરાજ હોટલની પાછળ આવેલા એપાર્ટમેન્ટના એક રૂમમાં ગયા હતા.

#Surat : Honey Trap - વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બિભત્સ ફોટા પડાવ્યા, માર મારી પૈસા માંગ્યા

WatchGujarat. સુરતના વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી તેમજ માર મારી મહિલા સાથે બીભત્સ ફોટા પડાવી રૂ. 25 હજાર રૂપિયા મહિલા સહિતની ટોળકીએ પડાવી લીધા હતા. આ મામલે વૃદ્ધે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે #Honey Trap

સુરતમાં હનીટ્રેપમાં ફસાવી દેવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત પ્રમાણે, ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલી ગ્રીન એવન્યુ રેસીડેન્સી કોમ્પ્લેક્ષમાં રહેતા 79 વર્ષીય કુંદનલાલ મગનલાલ કણીયા કતારગામ વસ્તાદેવડી રોડ નીતા એસ્ટેટમાં લુમ્સ મશીન ચલાવતા હતા. દરમિયાન અગિયાર મહિના પહેલા મિલકત જુની હોવાથી પડી ગઈ હતી, મીલકતનો કાટમાળ અને મશીનરી ત્યાં જ પડી હતી. કુંદનલાલ રોજના આ મિલકત પાસે આવીને બેસતા હતા. ગત 4 ડિસેમ્બરના રોજ સવારે જગ્યા પણ બેઠા હતા. તે વખતે અજાણ્યો તેમની પાસે આવીને પ્લોટમાં પડેલો ભંગાર વેચવાનો છે હોવાનું પુછ્યું હતું. જોકે કુંદનલાલે ભંગાર વેચવાની ના પાડી હતી. અજાણ્યાએ જતા જતા પોતાનું નામ વિશાલ હોવાનું કહી મોબાઈલ નંબર આપ્યો હતો. #Honey Trap

વિશાલે 9 મીના રોજ કુંદનલાલને ફોન કરી દેલાડપાટીયા પાસે 72 મશીન ભાડે આપવાના છે જોવા માટે આવવાનું પૂછ્યું હતું. જેથી કુંદનલાલે તેને સાડા અગિયાર વાગ્યે બોલાવ્યો હતો અને ત્યાંથી બાઈક પર દેલાડપાટીયા જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં વિશાલે જે જગ્યા ભાડે આપવાની છે તેની ચાવી ખોલવડગામ હોવાનું કહી તે લેવા માટે કામરેજ ટોલટેક્સ થઈ આગળ ગિરિરાજ હોટલની પાછળ આવેલા એપાર્ટમેન્ટના એક રૂમમાં ગયા હતા. જ્યાં એક મહિલા પણ હાજર હતી. વૃદ્ધ ત્યાં બેઠા હતા દરમ્યાન બે ઈસમો આવ્યા હતા અને તમેં અહી ખરાબ કામ કરો છો તેમ કહી માર માર્યો હતો. #Honey Trap

પોલીસ તરીકેની ઓળખ આપી હતી

ઘરમાં ઘુસી આવેલા બે પૈકીના એક ઇસમેં તેની ઓળખ પોલીસ તરીકે આપી હતી. અને બે ઈસમોએ વૃદ્ધને તમાચા માર્યા હતા જયારે વિશાલ નામના ઈસમને માર મારી ઘરમાંથી બહાર કાઢી મુક્યો હતો. ત્યારબાદ બંને ઈસમોએ વૃદ્ધને દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની તેમજ પોલીસ મથકે લઇ જવાની વાત કરી હતી. અને કેસ ના કરવો હોય તો 1.50 લાખ આપવા પડશે તેમ કહ્યું હતું. #Honey Trap

મિત્ર પાસેથી રૂપિયા મંગાવ્યા હતા

વૃદ્ધે રૂપિયા ન હોવાનું જણાવતા બે ઈસમોએ તેઓને માર માર્યો હતો અને આખરે ૨૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેથી વૃદ્ધે તેના મિત્ર પાસેથી ૨૫ હજાર રૂપિયા મંગાવી આપી દીધા હતા. આ ચુંગાલમાંથી બહાર આવ્યા બાદ તેઓ ઘરે પહોચ્યા હતા અને તેના પુત્રને સમગ્ર ઘટનાની વાત કરી હતી. જેથી આ મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

More #Honey trap #Old age #person #Police #complaint #filed #Surat News #WatchGujarat

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud