• ચરસની સુરત ડિલિવરી કરવા આવેલા રાજસ્થાનના જોધપુરાના બે આરોપી અને ચરસ લેવા આવેલ એકને ઝડપી પાડ્યો
  • ચરસ મિતેશને આપવા માટે લાડુનાથને જોધપુરથી મોકલ્યો

#Surat - નશાનો આંતરરાજ્ય કારોબાર : ચરસની ડિલીવરી આપવા જતો જોધપુરનો કેરીયર ઝડપાયો

WatchGujarat. સુરતમાંથી વધુ એક વખત ચરસ ઝડપાયું છે. પુણા પોલીસે કુંભારિયા ગામ પાસે રઘુવીર સિલિયમ સામેથી 472 ગ્રામ ચરસની સુરત ડિલિવરી કરવા આવેલા રાજસ્થાનના જોધપુરાના બે આરોપી અને ચરસ લેવા આવેલ એકને ઝડપી પાડ્યા છે. જયારે પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે

#Surat - નશાનો આંતરરાજ્ય કારોબાર : ચરસની ડિલીવરી આપવા જતો જોધપુરનો કેરીયર ઝડપાયો

પોલીસને બાતમી મળી કે, કુંભારિયા ગામ વિસ્તારમાં રઘુવીર સિલિયમ પાસે બે લોકો ચરસ વેચવા આવવાના છે. તેથી આ બાતમીના આધારે પુણા પોલીસે સાંજે રઘુવીર સિલિયમ પાસે વોચ રાખી હતી. બાતમીવાળા આરોપીઓ આવતા પોલીસે કોર્ડન કરીને તેમને પકડી લીધા હતા. સ્થળ પરથી ચરસ સાથે આરોપી લાડુનાથ કાળુનાથ નાથ, પ્રકાશ ઉર્ફ સુરજ નરસિંહરામ જાજડને 472 ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યા હતા.

આ બંને આરોપી ચરસની સુરત ડિલિવરી કરવા આવેલા રાજસ્થાનના જોધપુરા ખાતેથી આવ્યા હતા. તેમની પાસેથી ચરસ લેવા આવેલા આરોપી જીગ્નેશ હરીશ ઠાકુરને પણ ઝડપી પાડ્યો છે. પોલીસે ત્રણ ફોન અને એક મોપેડ પણ કબજે કર્યું છે. ચરસની કિંમત 2.36 લાખ રૂપિયા છે. પોલીસે ચરસ મોકલનાર ગણેશનાથ અને ચરસ મંગાવનાર મિતેશ સુનિલ પાંડે ને વોન્ટેડ બતાવ્યો છે. આરોપી ગણેશનાથે આરોપી નોલારામ પાસેથી ચરસ મેળવીને મિતેશને આપવાનો હતો. આ ચરસ મિતેશને આપવા માટે લાડુનાથને જોધપુરથી મોકલ્યો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

More #Surat #narcotics #substance #જોધપુર #delivery #caught by# Police #Gujaratinews #Watchgujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud