તસ્કરો દુકાનનું શટર તોડી દુકાનમાંથી લાખોની મત્તા ચોરી કરી ગયા
રાત્રી કફર્યુમાં ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે
WatchGujarat. સુરતના વેડરોડ પર આવેલી એક મોબાઈલ ની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરો દુકાનનું શટર તોડી દુકાનમાંથી લાખોની મત્તા ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. રાત્રી કફર્યુમાં ચોરીની ઘટના બનતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે #Surat
સુરતના વેડરોડ પર લક્ષ્મી મોબાઈલ શોપ નામની મોબાઈલની દુકાન આવેલી છે. સવારે 4 વાગ્યાની આસપાસ અજાણ્યા તસ્કરોએ દુકાનને નિશાન બનાવી હતી. જેમાં તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દુકાનમાંથી લાખોની મત્તા ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. જેમાં કેટલાક તસ્કરો દુકાનનું શટર તોડતા નજરે ચડે છે. #Surat
બીજા દિવસે બનાવની જાણ થતા દુકાન માલિકે સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તસ્કરોએ દુકાનમાં કાચમાં પણ તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ દુકાન માલિકની ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે. ઉલ્લેખનીય છે કે રાતે કફર્યુના સમયમાં તસ્કરોએ બિન્દાસપણે ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસની પેટ્રોલીગ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
More #Surat #night #curfew #mobile shop #theft #cctv-footage #viral #WatchGujarat