જીડી ગોઇન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા
ફી નિર્ધારીત હોવા છતાં વધુ ફી સ્કૂલ વસૂલી રહી છે, એક્ટિવિટીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ છે - વાલી
WatchGujarat. સુરત શહેરમાં સ્કૂલોની દાદાગીરીઓ થોડા થોડા દિવસે સામે આવી રહી છે. ત્યારે હવે સુરત શહેરમાં જીડી ગોઇન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓ કલેક્ટર કચેરી પહોંચ્યા છે. વાલીઓ કલેકટર, ડી.ઈ.ઓ. અને એફ.આર.સી.ને ફી બાબતે રજૂઆત કરી છે. વાલીઓએ જણાવ્યું હતું કે, ફી નિર્ધારીત હોવા છતાં વધુ ફી સ્કૂલ વસૂલી રહી છે, એક્ટિવિટીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ છે. Surat
સુરતમાં ફીને લઈને વાલીઓનો વિરોધ યથાવત રહ્યો છે. હવે જી.ડી. ગોઇન્કા ઇન્ટરનેશનલ સ્કૂલના વાલીઓએ વિરોધ નોંધાવ્યો છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કુલ ગણવેશમાં કલેકટર કચેરી પહોચ્યા હતા અને કલેકટર, ડી.ઈ.ઓ. અનેએફ.આર.સી.ને ફી બાબતે રજૂઆત કરી છે. વાલીઓએ જણાવ્યું હતું કે, ફી નિર્ધારીત હોવા છતાં વધુ ફી સ્કૂલ વસૂલી રહી છે. એક્ટિવિટીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. અને ફી નહિ ભરાય તો ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. Surat
ઉલ્લેખનીય છે કે સુરતમાં ફીને લઈને સતત વાલીઓનો વિરોધ વધતો જઈ રહ્યો છે. આ અગાઉ ભગવાન મહાવીર ઈન્ટરનેશનલસ્કૂલ દ્વારા ફીના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર દબાણ કરવામાં આવી રહ્યું હતું. ફી ન ભરનાર વિદ્યાર્થીઓના સ્કૂલ દ્વારા ઓનલાઈન શિક્ષણ પણ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી શાળા બહાર વાલીઓએ એકઠા થઇ વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે એફ.આર.સી. કમિટી હવે આ મામલે કડક પગલા ભરે તે ખુબ જ જરૂરી છે. એફ.આર.સી. કમિટી યોગ્ય કામગીરી ના કરતા હોવાનો આક્ષેપ પણ અગાઉ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.
More #GD Goenka #International School #More Money #For Activity #Surat News