સુરતના ડીંડોલી વિસ્તારમાં પુત્રએ પિતાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી
ઘટના બાદ મહેન્દ્રના નાના ભાઈ મહાદેવ મનોજ રાઠોડે ડીંડોલી પોલીસ મથકમાં તેના જ ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
WatchGujarat. પુત્રવધુને માર મારી રહેલા પુત્રને છોડાવવા જતા પુત્રએ પિતાની જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. સુરતના ડીંડોલી વિસ્તારમાં આ ઘટના બની હતી. આ ઘટના બાદ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને આ મામલે પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરુ કરી છે. #Surat
ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઈન્ટ પાસે નવો હળપતિવાસ પાસે મનોજ રાઠોડ પોતાના બે પુત્રો સહીત પરિવાર સાથે રહે છે. ગતરોજ રાત્રે પુત્રવધુ ચૈતાલીને ઘરે આવતા મોડું થયું હતું. ઘરે આવ્યા બાદ ચૈતાલી અને તેના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બોલાચાલી બાદ ચૈતાલીને તેના પતિ મહેન્દ્રએ મારવાનું શરૂ કરી દીધું હતું. #Surat
પોતાની નજર સામે પુત્ર તેની પુત્રવધુને મારી રહ્યો હોય તે મનોજભાઇથી જોવાયું ન હતું. જેથી મનોજભાઇ તેને રોકવા વચ્ચે પડ્યા હતા. જેમાં પિતાને ધક્કો મારી મહેન્દ્રએ પોતાની પાસે રહેલું ચપ્પુ મારી દીધું હતું.આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા તેના પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેના પિતાનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ મહેન્દ્રના નાના ભાઈ મહાદેવ મનોજ રાઠોડે ડીંડોલી પોલીસ મથકમાં તેના જ ભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે. પોલીસે આરોપીને અટકાયતમાં લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે. તો બીજી તરફ પુત્રએ જ પિતાની હત્યા કરતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
More #Son #murder #father #police #complaint #Gujaratinews #Surat #WatchGujarat