અધિકારીના જમણા હાથના કાંડા પર કરડવાનું નિશાન જોઈ ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા
પૂછપરછમાં સહયોગ નહીં આપનાર વેપારી સાથે બોલાચાલી થઈ અને અચાનક જ વેપારીએ હાથ પર બચકું ભરી લીધું
WatchGujarat. રેડ કરવા ગયેલા જીએસટી અધિકારીને વેપારીએ બચકું ભરી લીધું હતું. આ અજીબો ગરીબ ઘટના બાદ અધિકારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સારવાર લીધી હતી..અધિકારીના જમણા હાથના કાંડા પર કરડવાનું નિશાન જોઈ ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે ઘટનાસ્થળે થી આરોપીને જીએસટી ના અધિકારીઓ અને કર્મચારીઓ ઊંચકીને લઈ જઈ રહ્યાં છે તે વિડીયો પણ હાલ સામે આવ્યો છે. #GST
સેન્ટ્રલ જીએસટી અધિકારી અમિત શર્મા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચોકબજાર વિસ્તારમાં રેડ કરવા ગયા હતા. પૂછપરછમાં સહયોગ નહીં આપનાર વેપારી સાથે બોલાચાલી થઈ અને અચાનક જ વેપારીએ હાથ પર બચકું ભરી લીધું હતું. આ જોઈ અન્ય અધિકારી અને કર્મચારીઓ આશ્ચર્ય માં મુકાઈ ગયા હતા. આ કૃત્ય બાદ જીએસટીના અન્ય કર્મચારીઓ વેપારીના હાથ પગ ઊંચકી આર્ટિકા કાર માં લઇ ગયા હતા. #GST
સૂફીયાન મહોમ્મદ નામના વેપારીએ બચકું ભરી જીએસટી અધિકારી અમિત શર્માને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પહોંચ્યા હતા. જોકે, આ સમગ્ર મામલે અમિત શર્માએ મીડિયામાં કશું પણ બોલવા ઈન્કાર કર્યો હતો. જ્યારે તેમના જમણા હાથના કાંડા પર કરડવાનું સાફ જોઈ શકાતા હતા અમિત શર્માએ સિવિલ હોસ્પિટલમાં MLC કેસ સાથે સારવાર લીધી હતી..જોકે આરોપી ઉપર ફરજમાં રુકાવટ નો કેસ પણ થઈ શકે છે.
More #Trader #bite #GST #officer #Surat news #WatchGujarat