અલગ અલગ શહેરોમાં કેમીકલ સંબંધિત ફેક્ટરી - ગોડાઉનમાં આગને પગલે ફાયર સેફ્ટીને લઇને સવાલો ઉઠ્યા
ભેંસતાન વિસ્તારમાં ગૃરુકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગતા ફફડાટ
સુરત. ભેસ્તાન વિસ્તારમાં કેમિકલના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને બનાવની જાણ થતાં પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા. જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.
સુરતના ભેંસતાન વિસ્તારમાં ગૃરુકૃપા ઇન્ડસ્ટ્રીઝમાં કેમિકલ ગોડાઉનમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. કેમીકલના ગોડાઉનમાં આગ લાગવાને કારણે વિસ્તારમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આગ ઘટનાની આસપાસ આવેલા અન્ય કારખાનાઓ બંધ કરવામાં આવ્યા છે અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી
https://youtu.be/0eNcc13kvp4
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં અમદાવાદમાં ગેરકાયદેસર કેમીકલ ફેક્ટરીમાં આગ અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ઘટના બાદ રાજ્યભરમાં કેમીકલ ફેક્ટરીઓમાં ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. એક પછી એક અલગ અલગ શહેરોમાં કેમીકલ ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવતા ફાયર સેફ્ટીની તૈયારીને લઇને અનેક સવાલો ખડા કરે છે.