નેચર પાર્કમાં રાયપુરથી ખાસ સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી
સુરતીઓ આ સિંહ સિંહણની જોડીનો અદભુત નજારો જોઈ શકશે
સિંહનું નામ આર્ય અને સિંહણનું નામ વસુધા રાખવામાં આવ્યું
સુરત. સરથાણા વિસ્તારમાં આવેલા નેચર પાર્કમાં રાયપુરથી ખાસ સિંહ અને સિંહણની જોડી લાવવામાં આવી છે જે આજ થી સુરતીઓ આ સિંહ સિંહણની જોડીનો અદભુત નજારો જોઈ શકશે. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ સિંહ દંપત્તિ નેચર પાર્કમાં આવવાને કારણે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળશે.
સુરતના સરથાણા વિસ્તારમાં મનપા સંચાલિત નેચર પાર્ક આવેલું છે. રોજના હજારો સુરતીઓ આ નેચરપાર્કની મુલાકાત કરે છે. દરમ્યાન દિવાળીની રજાઓ હોય મોટી સંખ્યામાં સુરતીઓ આ નેચર પાર્કની મુલાકાત લેતા હોય છે. ત્યારે આજે 5 વર્ષ પછી સિંહ સિંહણની જોડીનો અદભુત નજારો સુરતીઓ માણી શકશે. ખાસ રાયપુરથી આ સિંહ સિંહણની જોડી લાવવામાં આવી છે 3 વર્ષના સિંહનું નામ આર્ય રાખવામાં આવ્યું છે તેનું વજન 125 કિલો છે અને સિંહણનું નામ વસુધા રાખવામાં આવ્યું છે તેનું વજન 145 કિલો છે આ બંને અદભુત જોડીનો અદભુત નજારો હવે સુરતીઓ માણી શકશે
https://youtu.be/sthmURdXkHM
ઉલ્લેખનીય છે કે સુરતના નેચરપાર્કમાં 5 વર્ષ બાદ સિંહ સિંહણની જોડી જોવા મળશે અને તેને લઈને સુરતીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. દિવાળી દરમિયાન શહેરવાસીઓ સિંહ સિંહણ ની જોડી ને જોઈ શકશે.
https://youtu.be/CfKbHl5jo_I