• માર્કેટની વચ્ચે પાર્ક ટેમ્પો ડિટેઇન કરવા જતા ઢીકમુક્કીનો માર મારી ટેમ્પોમાંથી નીચે ફેંકી દીધો, મોંઢા પર વજનીયુ (કાટલુ) માર્યુ
  • સ્થળ પર દબાળ દુર કરવાની કામગીરી સમયે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા

#Surat - શાકમાર્કટમાં દબાણ દુર કરવા જતા પાલીકાના સ્ટાફ પર શાકભાજી તોલવાના વજનીયા વડે હુમલો
WatchGujarat. પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી સ્કુલ સામે પટેલ શાકભાજી માર્કેટમાં બુધવારે સાંજે દબાણ દુર કરવા જનાર મ્યુનિસિપલ કોર્પોરેશનના રાંદેર ઝોનના દબાણ ખાતાના સ્ટાફ પર હુમલો કરનાર ટેમ્પો ચાલક સહિત બે વિરૂધ્ધ રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના રાંદેર ઝોનના દબાણ ખાતાના કૃતિઓ જીવણભાઇ રોલર, મયંક વેવલાઈ, કાર્તિક પટેલ સહિતનો સ્ટાફ ગત સાંજે 7 વાગ્યે રાંદેર રોડ પાલનપુર પાટિયા સ્થિત સંસ્કાર ભારતી સ્કુલ સામે પટેલ શાકભાજી માર્કેટમાં દબાણ દુર કરવા ગયા હતા. દબાણ દુર કરવાની કામગીરી દરમિયાન શાકભાજી માર્કેટમાં જયાં લારી મુકવાની જગ્યા પર ટેમ્પો પાર્ક હોવાથી ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

દબાણ ખાતાનો કર્મચારી કૃતિક રેવર ટેમ્પો ચાલકની બાજુમાં બેસી પાલ દબાણ ડેપો પર લઇ જતો હતો. ત્યારે ચાલકે ચાલુ ટેમ્પોમાં ગાળા ગાળી કરવા ઉપરાંત મુક્કા અને લાતો મારી ટેમ્પોમાંથી નીચે ફેંકી દીધો હતો. તથા આસપાસના લોકો સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા તે દરમ્યાન અજાણ્યા યુવાને કૃતિકના શર્ટનો કોલર પાછળથી પકડી વજન કાંટાંનું કાટલું મોંઢા પર મારી ઇજા પહોંચાડી ટેમ્પો ચાલક અને અજાણ્યો યુવાન ભાગી ગયા હતા. ઘટના અંગે કૃતિક રેવરે રાંદેર પોલીસ સ્ટેશનમાં સરકારી ફરજમાં રૂકાવટ કરી માર મારવા બદલ ફરિયાદ નોંધવાની હતી. સમગ્ર મામલે પોલીસે એક શખ્શની ધરપકડ કરી વધુ પુછપરછ આરંભી હતી.

More #શાકમાર્કટ #Citizen #Encroachment #Surat News
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud