ઉધના મગદલ્લા રોડ પર પાણીની લાઈન નાખવાની કામગીરી બાદ રોડનું પુરાણ કરી દેવાયું હતુ
કારને બ્રેક મારતા જ કાર રોડમાં ઘસી પડતા ક્રેન બોલાવી કામ બહાર કાઢવી પડી
નબળી કામગીરીને પગલે લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ
WatchGujarat. સુરતમાં કમોસમી વરસાદે તંત્રની પોલ ઉઘાડી પાડી દીધી છે. સુરતના ઉધના મગદલ્લા રોડ પર રોડ બેસી જતા કાર ફસાઈ ગયી હતી. જો કે આટલું જ નહી રોડનું પુરાણ કરવા તંત્રએ બોલાવેલો ટ્રક પણ તેમાં ફસાઈ ગયો હતો. જેના કારણે લોકોએ તંત્રની આવી કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. #Surat
સુરતના ઉધના મગદલ્લા રોડ પર પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી બાદ રોડનું પુરાણ કરી દેવામાં આવ્યું હતું. દરમિયાન કમોસમી વરસાદના કારણે રોડ ભિનો થઇ ગયો હતો. દરમિયાન આજે એક કાર ચાલક ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. અને તેણે કારને બ્રેક મારતા જ કાર રોડમાં ઘસી પડી હતી. જો કે સદનસીબે કાર ચાલકનો તેમાં બચાવ થયો હતો. #Surat
આ ઘટનાની જાણ થતા તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અને રોડ પુરવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં તેઓએ રોડ પુરાણ માટે ટ્રક મગાવ્યો હતો. જો કે ટ્રક પણ ત્યાં આવતા તે પણ રોડમાં ઘસી પડ્યો હતો. આ ઘટના બાદ ત્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અને લોકોએ તંત્રની આવી ઘોર બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
More #Untimely Rain #Corporation #Road damage #Surat News