• કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા
  • ગુનો દાખલ થતા જ આરોપીઓ સુરતથી તમામ સમાન લઇ ફરાર થઇ ગયા

#Surat - PSI અમિતા જોશી આપઘાત પ્રકરણમાં ફરાર આરોપી સાસરીયાઓની ભાવનગરથી ધરપકડ, 4 વર્ષનું બાળક નિરાધાર બન્યું
WatchGujarat. સુરતમાં મહિલા PSI અમિતા જોશીના આપઘાત પ્રકરણમાં તેના પોલીસ પિતા દ્વારા પતી સહીત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. તેમજ તેના પતિના આડા સબંધનું રેકોર્ડીંગ પણ સોપવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે ગારિયાધાર અને ભાવનગરથી પોલીસે પાંચેયને ઝડપી સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI અમિતા જોશીએ ફાલસાવાડી ખાતે પોતાના રૂમમાં જઈ પેટમાં સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ ઘટનામાં હવે નવો જ વળાંક આવ્યો છે. PSI ના નિવૃત પોલીસ પિતાએ આ મામલે તેણીના સાસરિયાઓ પતિ વૈભવ, સસરા જીતેશ, સાસુ હર્ષા, નણંદ મનિષા અને નણંદ અંકિતા વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તરફથી પોલીસને વૈભવના આડા સંબંધોનું રેકોર્ડિંગ સોંપવામાં આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

ગુનો દાખલ થતા જ આરોપીઓ સુરતથી તમામ સમાન લઇ ફરાર થઇ ગયા હતા. જેથી તેઓને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી સૌરાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા અને ગારિયાધાર અને ભાવનગરથી પોલીસે પાંચેયને ઝડપી સુરત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે PSI અમિતા જોષીએ પખવાડિયા પહેલા ફાલસાવાડી પોલીસ લાઈનમાં આત્મહત્યા કરી હતી. કોન્સ્ટેબલ પતિ વૈભવ અને સાસુ-સસરા તેમજ નણંદો મિલકત માટે અને પગાર માટે અમિતાને ત્રાસ આપતા હતા. સાસરિયાઓ મકાન વૈભવના નામે કરવાનું કહેતા હતા. અવાર-નવાર રૂપિયા માંગતા હતા. પગારનો હિસાબ માંગતા હતા. અમિતા પોતે મોંઘી કાર અને પતિ સામાન્ય કાર વાપરતો હોવાથી પતિ વૈભવને અપમાન લાગતું હતું.વૈભવના અન્ય સ્ત્રી સાથે આડા સંબંધો હતો.

પતિ – પત્ની વચ્ચેના મામલામાં હવે 4 વર્ષનો બાળક નિરાધાર બન્યો છે

PSI અમિતા જોષી અને તેના પતિને 4 વર્ષનો બાળક છે. માતાના આપઘાત બાદ પુત્ર પિતા સાથે રહેતો હતો. પરંતું પિતા સહિતના સાસરીયાઓની આરોપસર ધરપકડ કરાતા હવે 4 વર્ષનો બાળક નિરાધાર બન્યો છે. સવારથી બાળકને તેના પિતા સહિતના લોકો સાથે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે. જેવો તેને તેના પિતાથી દુર કરે કે બાળક રડવાનું ચાલુ કરી દે છે. આમ, પતિ – પત્નિ વચ્ચેના મામલામાં બાળકને ભોગવવાનો વારો આવ્યો છે.

More #PSI #Amita Joshi #Suicide case #Husband Family #arrested #Surat #Gujaratinews #WatchGujarat
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud