તહેવાર ટાણે માર્કેટમાં શાખ ધરાવા જ્વેલર્સે ઉઠામણું કરતા વેપારીઓમાં ફફડાટ
વેસુ વી.આઈ.પી. રોડ પર રહેતા દિલીપભાઇ જયંતીલાલ સોની અને તેઓનો પુત્ર વિશાલ દિલીપભાઇ સોની સુરતના કતારગામ ખાતે આવેલા કુબેરનગરમાં માં શક્તિ જવેલર્સ નામથી વ્યપાર કરતા
રાતોરાત પરિવાર ગાયબ થતા પોલીસ ફરિયાદ કરાઇ
સુરત. દિવાળી સમયે કતારગામ વિસ્તારમાં જવેલર્સ ધરાવતા પિતા પુત્રે ઉઠમણું કરતા ચકચાર મચી જવા પામી છે. ગ્રાહકો અને વેપારીના રૂ. 2.42 કરોડના દાગીના લઇ પિતા-પુત્ર અને પરિવાર ક્યાંક ફરાર થઇ ગયો છે જેને લઈને સમગ્ર મામલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
સુરતના વેસુ વી.આઈ.પી. રોડ પર રહેતા દિલીપભાઇ જયંતીલાલ સોની અને તેઓનો પુત્ર વિશાલ દિલીપભાઇ સોની સુરતના કતારગામ ખાતે આવેલા કુબેરનગરમાં માં શક્તિ જવેલર્સ નામથી વ્યપાર કરતા હતા. તેઓ જુના ઘરેણા લઇ નવી ડીઝાઈન બનાવી આપી વેચતા હતા. આ બન્ને પિતા પુત્રોએ રૂ. 2.42 કરોડનું ઉઠમણું કર્યું છે.
સુરતના કતારગામ વિસ્તારમાં કરોડોમાં ઉઠમણું કરનાર માં શક્તિ જવેલર્સના સંચાલકો ચાર દાયકાથી વધુ સમયથી વેપાર કરતા હોવાથી માર્કેટમાં તેમની મોટી શાખ હતી. તેને લીધે જ ઘણા વેપારીઓએ તેમને દાગીના આપ્યા હતા. જોકે, અગાઉથી જ આયોજન કરી બધું વેચી પત્ની, બાળકો સાથે ક્યાંક ચાલી ગયેલા દિલીપભાઈ અને વિશાલ વિદેશ ભાગી છૂટયા હોવાની આશંકા ભોગ બનેલા કેટલાક વેપારી-ગ્રાહકોએ વ્યક્ત કરી હતી. સમગ્ર મામલે કતારગામ પોલીસે સમગ્ર પરિવારના પાસપોર્ટ અંગેની વિગતો જાણવા કવાયત શરૃ કરી છે.
કયા જ્વેલર્સેના કેટલા રૂપિયા સલવાયા, જાણો
આરોપીઓએ લબ્ધી ઓર્નામેન્ટના માલિક સંદિપ શાહ પાસેથી રૂ. 28.53 લાખ, વીર જ્વેલરના વૈભવ શાહ પાસેથી રૂ. 21.41 લાખ, રાજેશકુમાર ધોળકિયા પાસેથી રૂ. 20.67 લાખ, સિદ્ધી જ્વેલરના માલિક દિક્ષીત શાહ પાસેથી રૂ. 19.63 લાખ, શ્રી સમોર ગોના માલિક હર્ષદકુમાર શાહ પાસેથી રૂ. 19.14 લાખ, આદી ઓરનામેન્ટના માલિક રાહુલ શેઠ પાસેથી રૂ. 19.24 લાખ, ગોવિંદજી ઓર્નામેન્ટના માલિક દર્શન વેકરિયા પાસેથી રૂ. 10.38 લાખના સોનાના ઘરેણાં લીધા હતા. તે ઉપરાંત પારસ સવાણી, પોપટ ધામેલિયા, ભવાન સવાણી, સુરેશ ધામેલિયા,અલ્પાબેન ધામેલિયા,ઇશ્વર માવાણી, અને રમેશ સવાણી પાસેથી રૂ. 58.56 લાખના જુના ઘરેણાં લીધા હતા. પિતા પુત્રોએ 11 ગ્રાહકો અને વેપારીઓના ઘરેણા લઇ ફરાર થઈ જતા ચકચાર મચી છે. જો કે ફરિયાદ બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે