• પીવીએસ શર્માના ઘરે આવકવેરા વિભાગના દરોડા બાદ રૂ. 50 કરોડની કિંમતની દસ પ્રોપર્ટી આવી
  • દરોડામાં વડોદરા ઇન્કમટેક્સ સહિત કુલ મળીને ત્રણ જિલ્લાના અધિકારીઓ તપાસમાં જોડાયા
  • પીવીએસ શર્મા મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને રૂ. 1.5 લાખ પગાર મેળવે છે
  • દરોડા દરમિયાન સતત દખલગીરીથી એક તબક્કે અધિકારીઓએ એફઆઇઆર નોંધવાની પણ તૈયારી દર્શાવી
  • સતત બીજા દિવસે દોરોડા જારી

સુરત. સો ચૂહે ખાકે બિલ્લી હજ કો ચલી જેવો ધાટ હવે સુરતના આઇટી અધિકારી અને ભાજપના નેતા પીવીએસ શર્માના કેસમાં સામે ઇન્કમટેક્સની તપાસમાં બહાર આવી રહ્યો છે. સુરતમાં નોટબંધી દરમિયાન જ્વેલર દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું કહેનાર પૂર્વ આઇટી અધિકારી અને ભાજપના નેતા પીવીએસ શર્માના ઘરે આવકવેરા વિભાગના દરોડા બાદ રૂ. 50 કરોડની કિંમતની દસ પ્રોપર્ટી હોવાની વાત સામે આવી છે. સાથે પુર્વ આઇટી કમિશ્નર મુંબઈની કંપનીમાં મહીને દોઢ લાખ પગાર પણ મેળવતા હોવાની વાત પ્રકાશમાં આવી હતી.

સુરતના મોટા નેતાના અને જ્વેલર્સના સોના કૌભાંડમાં નામોની તપાસ માટે પીએમ મોદી ને ટ્વિટ કરનારા પીવીએસ શર્માના ઘરે આઇટી ના દરોડા બાદ મોટી જાણકારી મળી છે. જેમાં શર્માની રૂ. 50 કરોડથી વધુ સંપત્તિ મળી આવી છે. દરોડામાં વડોદરા ઇન્કમટેક્સ સહિત કુલ મળીને ત્રણ જિલ્લાના અધિકારીઓ તપાસમાં જોડાયા હતા.

પૂર્વ આઇટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્મા પર આવકવેરા વિભાગના દરોડા બીજા દિવસે પણ ચાલુ છે. નોટબંધી દરમિયાન કાળુ નાણું સફેદ થયા હોવા અંગે સવાલો ઊભા કરનાર જાતે જ મની લોન્ડરિંગ અને શેલ કંપનીના ઘેરામાં આવી ગયા છે. તપાસના પહેલાં દિવેસ જ શર્માની દસ જેટલી મિલકતો સામે આવી છે. જેની બજાર કિંમત રૂ. 50 કરોડ જેટલી હોવાનું અનુમાન છે. ઉપરાંત મુંબઇની એક કંપનીમાંથી તેઓ મહિને રૂ. 1.5 લાખ પગાર મેળવે છે. અને અત્યાર સુધી રૂ. 90 લાખનું કમિશન પણ મેળવી ચુક્યા છે.

ભાજપના નેતા પીવીએસ શર્મા બિલ્ડર ભરત શાહ સાથે કન્સ્ટ્રકશન કંપનીમાં તેઓ જોડાયેલા છે. હવે તપાસનો રેલો ભરત અને ધવલ શાહ સુધી પણ પહોંચ્યો છે. ગુરુવારની વહેલી સવારે શર્મા ઘર નજીકના રસ્તાં પર બેસી આવકવેરા વિભાગની કામગીરીનો વિરોધ કર્યો હતો. શર્માએ જયારે નોકરી માંથી સ્વૈચ્છિક રાજીનામુ લીધુ ત્યારે તેમનો પગાર ધોરણ 60 હજારની નજીક હતો. નોકરી છોડ્યાના 15 વર્ષ બાદ હવે તેમનો એક કંપનીમાં પગાર દોઢ લાખ છે. દરોડા દરમિયાન કૌશલ ખંડેલીયા સાથે પણ અધિકારીઓની ચકમક ઝરી હતી. તેને ત્યાંથી એક કિલો બુલિયન, 35 લાખ કેસ અને એફડીના દસ્તાવેજ મળ્યાં છે.

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, શર્માએ તપાસમાં સહકાર આપ્યો નહતો. તેઓ દરેક કામમાં દખલ કરતા રહ્યા હતા. આથી એક તબક્કે અધિકારીઓએ એફઆઇઆર નોંધવાની પણ તૈયારી દર્શાવી હતી. સુરત આઇટીમાં 90 ના દાયકામાં શર્માનું પોસ્ટિંગ થયું હતુ. તેઓ યુનિયનમાં પણ રહ્યા હતા. ઇન્સ્પેકટર તરીકેની કારકિર્દીમાં તેઓ એસેસમેન્ટ અને ઇન્વેસ્ટિગેશન વિંગમાં રહ્યા હતા. 2001 થી 2004 માં ઓલ ઇન્ડિયા ગુજરાત સર્કલમાં પ્રમુખ પણ રહી ચૂકાયા હતા, 2004થી 2007 સુધી ઓલ ઇન્ડિયા ઇન્કમટેક્સ ઓફિસર્સ ફેડરેશનના ઉપ પ્રમુખ પણ રહી ચૂકયા હતા. બાદમાં એમએલએ ઇલેકશન લડવાના ચક્કરમાં વીઆરએસ લઇ લીધુ હતુ અને બાદમાં ટીકીટ મળી નહતી. ત્યારબાદ તેઓ સક્રિય રીતે 2007માં ભાજપમાં જોડાયા હતા.અને કોર્પોરેટર તરીકે ચૂંટાયા પણ હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud