ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓની અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી
મુંબઈથી ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં વાપીમાં મનોજ ભગતને ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું જણાયું
મુંબઈથી પકડાયેલ સપ્લાયર પૈકી એક ડુંગળીનો વેપારી જયારે બીજો ડ્રાઇવરના વ્યવસાય સાથે સંકળાયેલ છે.
ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સ પ્રકરણ મામલે હજુ મોટા નામ બહાર આવી શકે છે.
સુરત. થોડા સમય પહેલા સુરતના ડુમસ વિસ્તારમાંથી ઝડપાયેલા એક કરોડથી વધુના એમડી ડ્રગ્સ પ્રકરણમાં વધુ બે આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ થી ધરપકડ કરી છે. આ ઉપરાંત ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુંબઈ થી ઝડપાયેલા બંને આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તોઓએ વાપીમાં મનોજ ભગતને ડ્રગ્સનું વેચાણ કર્યું હતું. જેમાં બે પૈકી એક આરોપી ડુંગળીનો વેપારી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમ્યાન બહાર આવ્યું છે.
સુરત થોડા સમય પહેલા સુરતના ડુમસ વિસ્તારમાંથી ઝડપાયેલા 1.33 કરોડના એમડી ડ્રગ્સ પ્રકરણ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની મુંબઈ થી ધરપકડ કરી છે. એમડી ડ્રગ્સમાં અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જયારે આ માલમે ક્રાઇમ બ્રાન્ચ એમ ડી ડ્રગ્સ પ્રકરણમાં કુલ દસ આરોપીઓની ધરપકડ કરી ચુકી છે. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મુંબઈથી વધુ બે આરોપી વિરામન ઉર્ફે અન્ના અને પ્રવીણ મહારાત્રેની ધરપકડ છે. અગાઉ શ્રીમંત પરિવારથી આવતા આદિલ નુરાની નામના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. જે હાલ પાંચ દિવસના રિમાન્ડ પર છે.
અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ દરમ્યાન મુંબઈના બે શખ્સોના નામો બહાર આવ્યા હતા. જેથી કરીમ બ્રાન્ચે વાપીથી મનોજ ભગતને ઝડપી પાડી પૂછપરછ કરતા આ વિરામન ઉર્ફે અન્ના અને પ્રવીણ મહારાત્રેના નામો બહાર આવ્યા હતા. મુંબઈના બંને સપ્લાયરે મનોજ ભગત મારફતે સલમાનનો પણ સંપર્ક કર્યો હતો. તેમજ મુંબઈથી ડ્રગ્સ પ્રકરણમાં ઝડપી પાડવામાં આવેલ આરોપી વિરામન ઉર્ફે અન્ના ડુંગળીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે પ્રવીણ મહારાત્રે ડ્રાયવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની કબૂલાત કરી હતી.
આરોપીઓ મુંબઈના રહેવાસી છે અને સુરતના સલમાન તેમજ વાપીમાં મનોજ ભગતને પણ ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હોવાની હકીકત બહાર આવી છે. બંને આરોપીઓની સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે. તેમજ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરી છે. આ ઉપરાંત ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા મોટા નામો ખુલવાની શક્યતાઓ રહેલી છે.
- ડ્રગ્સ પ્રકરણમાં સંડોવાયેલા 10 જેટલા આરોપીઓની અત્યાર સુધી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી
- મુંબઈથી ઝડપાયેલા આરોપીઓની પુછપરછમાં વાપીમાં મનોજ ભગતને ડ્રગ્સનું વેચાણ કર્યું હોવાનું જણાયું
- મુંબઈથી પકડાયેલ સપ્લાયર પૈકી એક ડુંગળીનો વેપારી જયારે બીજો ડ્રાઇવરના વ્યવસાય સાથે સંકળાયેલ છે.
- ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
- સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સ પ્રકરણ મામલે હજુ મોટા નામ બહાર આવી શકે છે.