• વડોદરા ખાતે રહેતા પાખંડી હિરેન પુરોહિત સામે ભાવનગર બાદ સુરતના કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.
  •  વિધીના બહાને યુવતિને રૂમમાં એકલી લઇ જઇ ઘેન યુક્ત પ્રસાદ ખવડાવી દુષ્કર્મ આચર્યું હતુ.
  •  દુષ્કર્મ આચરતા પાખંડી તાંત્રિકે મોબાઇલમાં યુવતિના ફોટા પાડી લીધા હતા.
  • સુરત પોલીસે ભાવનગર જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટના આધારે પાખંડી હિરેનની ધરપકડ કરી

સુરત. ધર્મના નામે ધતિંગ કરતા પાખંડી બાવાઓ માસુમ યુવતીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવી એની જિંદગી બરબાદ કરતા હોય છે. વારંવાર એવા કેટલાય કિસ્સાઓ સામે આવતા હોવા છતાં પણ લોકો પાખંડી તાંત્રિકોની માયા જાળમાં ફસાઈ જાય છે. અને બાદમાં પછતાવાનો વારો આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતના કતારગામની એક યુવતી સાથે બન્યો હતો.

મળતી માહિતી મુજબ કતારગામ વિસ્તારમાં રહેતી 27 વર્ષીય સુજાતા (નામ બદલ્યુ છે) જેનો પરિવાર સાડીઓના ધંધા સાથે જોડાયેલો છે. પોતાનો ધંધો સારો ચાલતો ન હોવાથી 2017ની સાલમાં ઓળખીતા ના કહેવાથી વડોદરાના તાંત્રિક હિરેન પુરોહિતનો સંપર્ક કર્યો હતો. હિરેન તે સમયે વિધિ કરતા જ બધુ સારૂ થઇ જશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. જેથી સુજાતા અને તેનો પરિવાર હિરેનની વાતોમાં ભેરવાઇ ગયા હતા.

દરમિયાન પાખંડી હિરેન પુરોહિતને સુરત ખાતે વિધિ કરવા માટે ઘરે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં હિરેને ઘરના તમામ સભ્યો સાથે વિધ કરી હતી. અને તેના રૂપિયા પણ લીધા હતા. વિધિ સપન્ન થયા બાદ છેલ્લા વિધિ કરવા માટે સુજાતાને એકાંતમાં બોલાવી હતી. અનિષ્ટ તત્વો નિકળે અને બીજા કોઇને ન લાગી જાય તે માટે તેણીને અલગ રૂમમાં લઇ ગયો હતો. સુજાતાને રૂમમાં લઇ ગયા બાદ પાખંડી હિરેને પોતાની પાસેનુ ઘેનયુકત પ્રસાદ સુજાતાને ખવડાવી બેહોશ કરી નાખી હતી. સુજાતા બેહોશ થયા બાદ પાખંડી હિરેને તેની સાથે દુષ્કર્મ આચરી મોબાઇલમાં ફોટા પાડી લીધા હતા.

આ ઘટનામાં બાદ પાંખડી તાંત્રિક હિરેન પોતે કુંવારો હોવાનુ જણાવી સુજાતા સાથે લગ્ન પણ કરી લીધા હતા. તેવામાં વર્ષ 2019માં પાખંડી તાંત્રિક પુરોહિત સામે ભાવનગરમાં દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. ત્યારે સુજાતાને હિરેન પહેલાથી જ પરણીત હોવાની જાણ થઇ હતી. પાખંડી હિરેનની પોલ ઉઘાડી પડી જતા સુજાતાએ તેની સાથે છુટ્ટા છેડા લઇ લીધા હતા. હિરેન પુરોહિત સામે ભાવનગરમાં ફરિયાદ નોંધાતા સુજાતાએ હિંમત કરીને 22મી ઓક્ટોબરના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે પહોંચી હતી. જ્યાં પોલીસે હિરેન પુરોહિત સામે દુષ્કર્મની ફરીયાદ નોંધી ટ્રાન્સફર વોરન્ટ મારફતે તેની ભાવનગર જેલમાંથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud