બેટરીનો બલ્બ ગળી ગય બાદ બાળકીને ખાંસી શરુ થઇ
સૌ પ્રથમ તેને સારવાર અર્થે વ્યારાની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી
ઇએનટી વિભાગના તબીબો દ્વારા બાળીકના મોઢેથી દુરબીન શ્વાસનળીમાં નાખી તપાસ કરી
WatchGujarat. વ્યારાના બેડકુવા ગામમાં 5 વર્ષીય બાળકી રમી રહી હતી. તે દરમ્યાન વાયર સાથેનો બેટરીનો બલ્બ ગળી ગઈ હતી. અને બલ્બ શ્વાસનળીમાં ફસાઈ ગયો હતો. જેથી બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું વિનામુલ્યે ટાંકા લીધા વગર સર્જરી કરી બહાર કઢાયા હતા. તબીબી સૂત્રો દ્વારા બાળકીની હાલત હાલમાં સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે #Surat
વ્યારાના બેડકુવા ગામમાં રહેતા સુરેન્દ્રભાઈ ગામીતની 5 વર્ષીય પુત્રી પ્રેઝી એક સપ્તાહ અગાઉ ઘર પાસે રમી રહી હતી. રમતા રમતા તે વાયર સાથેનો બેટરીનો બલ્બ ગળી ગઈ હતી. જેથી બાળકીને ખાંસી શરુ થઇ ગયી હતી. સૌ પ્રથમ તેને સારવાર અર્થે વ્યારાની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવામાં આવી હતી. #Surat
સુરત સિવિલમાં પહોંચેલી પ્રેઝીની પીડા સતત વધતી દેખાતા ડિઝીટલ એક્સરે પડાવ્યો હતો. જેમાં વાયર સાથેનો બેટરીના બલ્બ જેવો પદાર્થ હોવાનું દેખાઈ આવ્યું હતું. ત્યારબાદ પ્રેઝીને ઓપરેશન થિએટરમાં લઈ જવાઈ હતી. ઇએનટી વિભાગના તબીબો દ્વારા બાળીકના મોઢેથી દુરબીન શ્વાસનળીમાં નાખ્યું હતું. પોણો કલાકની જહેમત બાદ એક પણ ટાંકો લીધા વગર વાયર સાથેનો બેટરીના બલ્બ બહાર કાઢ્યો હતો.
આ સર્જરીનો ખર્ચ 50 હજારથી 1 લાખ થતો હોય છે. જોકે, સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યો સારવાર થતા પરિવારને આર્થિક રાહત પણ થઈ હતી.બાળકીની હાલત હાલમાં સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે
More #Vyara #Bedkuva village #Minor girl #Operation #Civil hospital #Surat News