મહિધરપુરાની આંગડીયા પેઢીમાં મેનેજરે સાગરિતો સાથે 1.04 કરોડની રકમ ઓહયા કરી
આંગડીયાના ભાગીદારે મેનેજર મેહુલને આ રકમ અમદાવાદ, રાજકોટ અને દિલ્હી ખાતે મોકલવાની હતી
WatchGujarat. મહિધરપુરાની આંગડીયા પેઢીના મેનેજરે સાગરિતો સાથે 1.04 કરોડ રૂપિયા ની ઉચાપત કરી હતી. આ ગુનામાં દોઢ મહિનાથી નાસતા ફરતા મેનેજર હિતેશ ઉર્ફે મેહુલ બાબુજી બારોટને ક્રાઇમબ્રાંચે પકડી પાડયો છે.
મહિધરપુરાની આંગડીયા પેઢીમાં મેનેજરે સાગરિતો સાથે 1.04 કરોડની રકમ ઓહયા કરી હતી. આ ગુનામાં દોઢ મહિનાથી નાસતા ફરતા મેનેજર હિતેશ ઉર્ફે મેહુલ બાબુજી બારોટને ક્રાઇમબ્રાંચે સોમવારે પકડી પાડયો છે. આ પહેલાં હિતેશનો ભત્રીજો દિવ્યાંગ બારોટ અને ચિરાગ ભરવાડ પકડાયા હતા. મહિધરપુરા હરીપુરા ભવાની વડ પટેલ હાઉસમાં એચ.આર.ગોવિંદ આંગડીયા પેઢીનો મેનેજર હિતેશ ઉર્ફે મેહુલ બારોટે તેના ભત્રીજા દિવ્યાંગ તેમજ તેના બે મિત્રો સાથે મળી આંગડીયા પેઢીમાંથી 9મી જુને 1.04 કરોડની રકમ ઓહયા કરી હતી.
આંગડીયાના ભાગીદારે મેનેજર મેહુલને આ રકમ અમદાવાદ, રાજકોટ અને દિલ્હી ખાતે મોકલવાની હોય તે બાબતેની માહિતી આપવા ફોન કરતાં તેણે રિસીવ કર્યો ન હતો, ભાગીદાર 10મી જુને પેઢી પર આવતા ત્યાં તાળાં લાગેલા જોવા માંડ્યા હતા. ભાગીદારે મેહુલના કાકાનો કોન્ટેક્ટ કર્યો હતો. એક કરોડ ભત્રીજા દિવ્યાંગને સંતાડવા આપ્યા હતા. જે રકમ દિવ્યાંગે આ રકમ મેહુલ ભરવાડને આપી હતી. આંગડિયા પેઢીના અરવિંદ પ્રજાપતિએ મેનેજર હિતેશ ઉર્ફે મેહુલ બારોટને અન્ય શાખાઓમાં આપવા આપેલી રકમ ઉચાપત કરવાના ઇરાદે આરોપીએ પોતાના ભત્રીજા દિવ્યાંગ મારફત તેના મિત્ર મેહુલ ભરવાને આપી હતી. બાદમાં આ રકમ લઇને મેહુલ ભાગી ગયો હતો. પોલીસે હિતેશની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાતા તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.