પોતાના નામે અને પોતાના પરિવારના સભ્યોના નામે જુદી જુદી 4 બોગસ પેઢીઓ ઉભી કરી ભાડેથી રાખેલ ઓફિસમાંથી જ આ 4 પેઢીઓમાં કોઈપણ પ્રકારના માલ સામાનની લેવડ- દેવડ વગર ફક્ત બીલો બનાવતો હતો
મેં. લક્ષ્મી સિલ્ક મિલ્સ દ્વારા 6.71 કરોડ વેરો, મેં.સુમન ટેક્ષટાઇલ દ્વારા 5.94 કરોડનો વેરો, મેં. ભાવેશ એન્ટરપ્રાઇઝ દ્વારા 4.94 કરોડનો વેરો અને મેં. શ્રી એસ ટેક્ષ દ્વારા 1.48 કરોડનો વેરો મળી કુલ રૂ.19.08 કરોડ વેરાની રકમ
સુરત.સ્ટેટ જી એસ ટી વિભાગ દ્વારા પોતાના નામે અને પોતાના પરિવારના સભ્યોના નામે જીએસટી કાયદા અન્વયે નોંધણી નંબર મેળવી જુદી જુદી બોગસ પેઢીઓ ઉભી કરી કરોડોના બોગસ બિલનું કૌભાંડ કરતા મુખ્ય સૂત્રધાર લલિત મહિપાલભાઈ શર્માની આજરોજ ધરપકડ કરવામાં આવી છે.
લલિત મહિપાલ શર્મા પોતાના નામે અને પોતાના પરિવારના સભ્યોના નામે જુદી જુદી 4 બોગસ પેઢીઓ ઉભી કરી ભાડેથી રાખેલ ઓફિસમાંથી જ આ 4 પેઢીઓમાં કોઈપણ પ્રકારના માલ સામાનની લેવડ- દેવડ વગર ફક્ત બીલો બનાવતો હતો. જે બીલો અંદરો અંદર પોતાની જ પેઢીઓને તથા અન્ય પેઢીઓને ઈશ્યુ કરવામાં આવતા હતા. તે પ્રમાણે લલીત શર્માએ રૂ.285 કરોડનું બિલિંગ કૌભાંડ આચર્યું છે. જેમાં સંડોવાયેલ વેરાની રકમ રૂ.19.08 કરોડ જેટલી થાય છે. જેમાં મેં. લક્ષ્મી સિલ્ક મિલ્સ દ્વારા 6.71 કરોડ વેરો, મેં.સુમન ટેક્ષટાઇલ દ્વારા 5.94 કરોડનો વેરો, મેં. ભાવેશ એન્ટરપ્રાઇઝ દ્વારા 4.94 કરોડનો વેરો અને મેં. શ્રી એસ ટેક્ષ દ્વારા 1.48 કરોડનો વેરો મળી કુલ રૂ.19.08 કરોડ વેરાની રકમ સંડોવાયેલી છે.
આ ઉપરાંત તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી લલિત મહિપાલ શર્મા દ્વારા ઉપરોક્ત 4 બોગસ પેઢીઓમાંથી તાજેતરમાં સુરત ખાતે ધરપકડ કરવામાં આવેલ આરોપી યોગેશ ચલથાનવાલા તથા આરોપી મનીષ શાહ દ્વારા સંચાલિત 6 પેઢીઓમાં તેમજ સુરત ખાતે પકડાયેલ બોગસ રિફંડ કૌભાંડમાં સંડોવાયેલ પેઢીઓને બીલો ઈશ્યુ કરવામાં આવેલ છે. લલિત શર્માએ ઉભી કરેલી 4 બોગસ પેઢીઓમાંથી પેમેન્ટ જુદી જુદી શ્રોફ પેઢીઓમાં ટ્રાન્સફર કરી આ શ્રોફ પેઢીઓ પાસેથી રોકડ રકમ મેળવેલ હોવાનું પણ બહાર આવ્યું છે. લલિત શર્માને આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
- પોતાના નામે અને પોતાના પરિવારના સભ્યોના નામે જુદી જુદી 4 બોગસ પેઢીઓ ઉભી કરી ભાડેથી રાખેલ ઓફિસમાંથી જ આ 4 પેઢીઓમાં કોઈપણ પ્રકારના માલ સામાનની લેવડ- દેવડ વગર ફક્ત બીલો બનાવતો હતો
- મેં. લક્ષ્મી સિલ્ક મિલ્સ દ્વારા 6.71 કરોડ વેરો, મેં.સુમન ટેક્ષટાઇલ દ્વારા 5.94 કરોડનો વેરો, મેં. ભાવેશ એન્ટરપ્રાઇઝ દ્વારા 4.94 કરોડનો વેરો અને મેં. શ્રી એસ ટેક્ષ દ્વારા 1.48 કરોડનો વેરો મળી કુલ રૂ.19.08 કરોડ વેરાની રકમ