જી.આઈ.ડી.સી.ઓમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી સલમામતી માસની ઉજવણી કરાઇ રહી છે.
અધિકારીએ હાજર રહી મોકડ્રીલ દરમિયાન જણાવેલી તૃટિઓની પુર્તતા કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું
સુરતઃ સુરત શહેર-જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝ, જી.આઈ.ડી.સી.ઓમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.17મી ઓગષ્ટથી 15મી સપ્ટેમ્બર-20 દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ‘સલામતી માસ’ની ઉજવણીમાં આવી રહી છે. જે અંતર્ગતમાં જુદી જુદી કંપનીઓ, ફેકટરીઓ મોકડ્રીલ યોજવામાં આવી રહી છે.
જે અંતર્ગત આજરોજ પાંડેસરા જી.આઈ.ડી.સી.ની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ખાતે કલોરીન લીકેજ થવાના બનાવ અંગે મોકડ્રીલ યોજાઈ હતી. ફેકટરીમાં ગેસ લીકેજ થવાથી તત્કાલ ઓનસાઈટ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ગેસ લીકેજના કારણે સંક્રમિત થયેલા કર્મચારીને એમ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં પહોચાડવા સહિત તેમજ ફેકટરીમાં કામ કરતા ફેકટરીના પોતાના સાધનો અને માનવસંશાધનોનો ઉપયોગ કરીને ઉભી થયેલી ઈમરજન્સીને કંટ્રોલ કરવામાં સફળતા મેળવી હતી.
આ મોકડ્રીલમાં નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, અમદાવાદ તથા સુરતની સંયુકત નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારીએ હાજર રહી મોકડ્રીલ દરમિયાન જણાવેલી તૃટિઓની પુર્તતા કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કારખાનાના શ્રમયોગીઓએ પણ ભાગ લીધો હતો. દરેક કારખાનાઓમાં મેનેજમેન્ટ દ્વારા મોકડ્રીલમાં જણાવેલી તૃટિઓનુ પુનરાવર્તન ન થાય તે માટેની તકેદારી લેવા પણ જણાવ્યું હતું.