• બેંકમાં વધુ લોકોની અવર – જવર હોય કર્મચારીઓ સુપર સ્પ્રેડર બની શકે તેવી શક્યતા
  • બેંકોના તમામ કર્મચારીઓના કોવિડ-19ના ટેસ્ટિંગ કરવા પાલિકા કમિશનરે આદેશ આપ્યો
  • કોરોના કેસમાં વધારો થતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું

#Surat - તંત્ર દ્વારા તમામ બેંક કર્મચારીના કોરોના ટેસ્ટીંગ કરવા આદેશ, ATM સેનીટાઇઝ કરાશે

WatchGujarat. સુરતમાં કોરોનાનું સંક્મ્રણ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. ઉપરાંત બેંકમાં વધુ લોકોની અવર – જવર હોય કર્મચારીઓ સુપર સ્પ્રેડર બની શકે તેવી શક્યતા રહેલી છે. ત્યારે બેંકોના તમામ કર્મચારીઓના કોવિડ-19ના ટેસ્ટિંગ કરવા પાલિકા કમિશનરે આદેશ આપ્યો છે. અને બેંકોના એટીએમને સેનેટાઈઝ પણ કરવા જણાવ્યું છે. #Surat

#Surat - તંત્ર દ્વારા તમામ બેંક કર્મચારીના કોરોના ટેસ્ટીંગ કરવા આદેશ, ATM સેનીટાઇઝ કરાશે

Surat – શહેરની બેંકોમાં વધુ લોકોની અવર – જવર હોય કર્મચારીઓ સુપર સ્પ્રેડર બની શકે તેવી શક્યતાને પગલે બેંકોના તમામ કર્મચારીઓના કોવિડ ટેસ્ટિંગ કરવા પાલિકા કમિશનરે આદેશ આપ્યો છે. ઉપરાંત બેંકોના એટીએમને સેનેટાઈઝ પણ કરવા જણાવ્યું છે. બેંકની અંદર નિયમોનું પાલન અને બહાર નિયમોની ઐસી તૈસી લોકો કરતા હોવાનું સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરની તમામ બેંકના મુખ્ય બેંક મેનેજરોને પાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે કે, તમામ બેંકોમાં વેન્ટિલેશનની સુવિધા ન હોય તો તાકિદે ઉભી કરવામાં આવે, ઉપરાંત બેંકોમાં ખાતેદારો, મુલાકાતીઓની ભારે ભીડ થતી હોય બહાર પણ લાંબી લાઇનો લાગતાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ચુસ્ત પણે કરવાનું રહેશે.

તેમજ બેંકોના તમામ કર્મચારીઓના કોવિડ-19ના ટેસ્ટિંગ કરાવવા સૂચના આપવામાં આવી છે. સાથે વધુ સંખ્યામાં પોઝિટિવ કેસ આવતા હોય તેવા શહેરના તમામ વિસ્તારોમાં આવતા બેંકોના એટીએમ સેન્ટરોને સેનેટાઈઝ કરી દેવા માટે સૂચના આપવામાં આવી રહી છે. આ સિવાય પણ શહેરમાં જાહેર રસ્તાઓ પર ઠેર-ઠેર મુકવામાં આવી ચાની લારીઓ અને ખાણી પીણીના સ્ટોલ 3 દિવસ બંધ કરાવી દેવાશે. તમામ ઝોનમાં આવેલા ટી સ્ટોલ તેમજ ખાણી પીણીની લારીઓ અને દુકાનો પર જો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતું હોય, તેવી દુકાનો તેમજ લારીઓને 3 દિવસ માટે બંધ કરાવવા પગલા લેવા પણ સૂચના આપતા ઝોનમાંથી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#Surat - તંત્ર દ્વારા તમામ બેંક કર્મચારીના કોરોના ટેસ્ટીંગ કરવા આદેશ, ATM સેનીટાઇઝ કરાશે

More #Bank Employee #Corona #Testing #Surat News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud