સુરતમાં એસટી ડેપો પર લોકોની ભીડ, નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
રાત્રે સાવધાની અને સવારે બેદરકારી શહેરમાં કોરોનાની સ્થિતી અનિયંત્રીત કરી શકે છે
સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા જોવા મળતા સતર્ક લોકોમાં ચિંતા
WatchGujarat. એક તરફ સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને રાતે કફર્યુ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ મનપા તંત્ર વિવિધ વિસ્તારોમાં જઈ તપાસ કરી રહી છે. ભીડ ભાડ વાળી જગ્યાઓ પર જઈ દુકાનો બંધ કરાવી રહી છે. પરંતુ સુરતના એસ.ટી બસ ડેપો પર જ સોશિયલ ડીસટન્સીંગના ધજાગરા ઉડી રહ્યા છે. બસ ડેપો પર બસમાં મુસાફરોને ખીચોખીચ બેસાડવામાં આવી રહ્યા છે.
સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થતા મનપા તો દોડતું થયું જ છે. સાથે રાત્રી કર્ફ્યું પણ લગાવવામાં આવ્યું છે. સુરતમાં તંત્ર દ્વારા એક તરફ ભીડ થતી હોય ત્યાં દંડ ફટકારવાની સાથે જ દુકાનો પણ બંધ કરાવવામાં આવી રહી છે. પરંતુ સુરતના એસટી બસ ડેપો પર સરેઆમ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સુરતના એસ.ડી.બસ ડેપો પર સોશિયલ ડીસટનસના ધજાગરા ઉડી રહ્યા છે. બસ ડેપો પર લોકોના ટેસ્ટીંગ અને કોઇ પણ પ્રકારનું ચેકીંગ થઇ રહ્યું નથી. આ ઉપરાંત બસમાં બેસવા માટે એક સીટ છોડીને એક સીટ પર મુસાફરોને બેસાડવાનો આદેશ હોવા છતાં મુસાફરોને બસમાં ખીચોખીચ બેસાડવામાં આવી રહ્યા છે. તેની સાથે કોઈ પણ પ્રકારની તકેદારી સુરતના એસ.ટી બસ ડેપો પર રાખવામાં આવી રહી નથી
ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર દોડતું થયું છે. અને લોકોને તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. પરંતુ સુરતના એસ.ટી બસ ડેપો પર મનપા તંત્ર દ્વારા કે પછી બસ ડેપોના તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. ત્યારે આ ભીડ સંક્મ્રણ વધારી શકે તેવી પ્રબળ શક્યતા રહેલી છે.
સુરતમાં એસટી ડેપો પર લોકોની ભીડ, નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન
રાત્રે સાવધાની અને સવારે બેદરકારી શહેરમાં કોરોનાની સ્થિતી અનિયંત્રીત કરી શકે છે
સોશિયલ ડિસ્ટન્સીંગના ધજાગરા જોવા મળતા સતર્ક લોકોમાં ચિંતા
WatchGujarat.એક તરફ સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને રાતે કફર્યુ લગાવવામાં આવ્યો છે. તો બીજી તરફ મનપા તંત્ર વિવિધ વિસ્તારોમાં જઈ તપાસ કરી રહી છે. ભીડ ભાડ વાળી જગ્યાઓ પર જઈ દુકાનો બંધ કરાવી રહી છે. પરંતુ સુરતના એસ.ટી બસ ડેપો પર જ સોશિયલ ડીસટન્સીંગના ધજાગરા ઉડી રહ્યા છે. બસ ડેપો પર બસમાં મુસાફરોને ખીચોખીચ બેસાડવામાં આવી રહ્યા છે.