ઉધના ડેપો પાસે આવેલા જય અંબે બેરીંગમાં ઇન્ડસ્ટ્રીયલ લિફ્ટમાં સામાન લઇ જતી વેળાએ સર્જાયો અકસ્માત
પરિવારમાં એકમાત્ર કમાનાર મહિલાનું મૃત્યુ થયું
મહિલાના પતિ બેરોજગાર છે
WatchGujarat. સુરતના ઉધના ડેપો પાસે આવેલા જય અંબે બેરીંગ નામના કારખાનામાં મહિલાનું લીફ્ટમાં માથું ફસાઈ જતા મોત નીપજ્યું હતું. પરિવારમાં એક માત્ર આધાર મહિલાનું અકસ્માતમાં મોત થતા મહત્વની વ્યક્તિની સાથે આર્થિક આધાર ગુમાવ્યાની કરૂણતા સર્જાઇ હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
સુરતના ઉધના ડેપો પાસે આવેલા જય અંબે બેરીંગમાં પૂજાબેન ઇન્દોરવાળા નોકરી કરતા હતા. તેમનો પરિવાર મુળ મહારાષ્ટ્રથી સુરત ખાતે આવીને વસ્યા હતા. પૂજા બેનના પતિ બેરોજગાર છે. ઘર પરિવારનું ગુજરાન માત્ર પૂજાબેન થકી થતુ હતું. શુક્રવારે બપોરે 1 વાગ્યાની આસપાસ પૂજાબેન સમાન લઇ બીજા માળે ગયા હતા. ઘણો સમય વિતી ગયા બાદ પણ તેઓ તેઓ પરત ફર્યા ન હતા. કંઇક અજુગતુ ઘટ્યાની શંકા જતા સાથે કામ કરતો પુત્ર તેઓને બોલાવવા ગયો હતો. પરંતુ પૂજાબેન માથું કચડાયેલી મૃત હાલતમાં મળી આવ્યા હતા. માતાને મૃત હાલતમાં જોતા પુત્રએ બુમાબુમ કરી હતી. જેને પગલે કારખાનાના માલિક પ્રશાંત પટેલ સહિતના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાની જાણ થતા સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.
લીફટમાં સામાન લઇ જતી વેળાએ માથુ કચડાયું હોવાની આશંકા
કારખાનામાં સામાન લઇ જવા માટે લીફ્ટ રાખવમાં આવી હતી. ત્યારે પૂજાબેન ગ્રાઉન્ડ ફ્લોરથી બેરીંગનો સમાન લઈને બીજા માળે ગયા હતા તે વેળાએ લીફ્ટમાં માથું ફસાઈ ગયું હતું અને તેઓનું કરુણ મોત ઘટના સ્થળે જ નીપજ્યું હતું. હાલ આ મામલે પોલીસે કારખાનાના માલિકની બેદરકારી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
અકસ્માતને પગલે ત્રણ સંતાનોએ માતાનું છત્ર ગુમાવ્યું
મૃતક પૂજાબેન મુળ મહારાષ્ટ્રના વતની છે. તેનો પતિ હાલ બેકાર છે. પરિવારનું ગુજરાન પૂજા બેન નોકરી થકી ગુજરાન ચલાવતા હતા. તેઓને પરિવારમાં સંતાનમાં એક 17 વર્ષનો પુત્ર, 5 વર્ષની દીકરી અને 7 વર્ષનો દીકરો આમ ત્રણ સંતાનો છે. અને મોટો પુત્ર માતાની સાથે કામ કરવા માટે તાજેતરમાં જ જોડાયો હતો. પૂજાબેનના મોતના પગલે પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. અને ત્રણેય સંતાનોએ માતાનું છત્ર ગુમાવ્યું હતું.