• સુરતને વિશ્વમાં હિરા નગરી તરીકે ઓળખવામાં આવે છે
  • વરાછાના મીરા જેમ્સના રાહુલ મોરડિયા બુધવારે સાંજે કતારગામ ખાતે આવેલા સેફ વોલ્ટમાં હીરાના પડીકા મુકવા માટે ગયા
  • સેલ્ફ વોલેટમાં હીરાનું એક પેકેટ મુકતા પહેલા ઉપર ભુલી ગયા, ત્યાર બાદ કાગીગરની નજર લાખોની કિંમતના હિરાના પેકેટ પર પડી
  • હીરાનું પડીકું ગુમ થયાની જાણ થતા તેઓ કતારગામ સ્થિત સેલ્ફ ડીપોઝીટ ખાતે આવી પહોંચ્યા

WatchGujarat. સુરતમાં માનવતાનું એક ઉતમ ઉદાહરણ સામે આવ્યું છે. જેમાં હિરાના કારખાનાના માલિક સેલ્ફ વોલેટમાં અંદાજીત 12 લાખના હીરાનું પેકેટ ભૂલી ગયા હતા. જો કે સેલ્ફ વોલેટમાં કામ કરતા એક કારીગરને હીરાનું પડીકું મળ્યું હતું અને માલિકની ખરાઈ કર્યા બાદ પરત કર્યું છે. જેને લઈને સેલ્ફ વોલેટના માલિક અને કર્મચારીનું સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું છે

સુરતને હીરા નગરી તરીકે ઓળખવામાં આવે છે. અને સુરતમાં કરોડો રૂપિયાનો હીરાનો કારોબાર થાય છે. દરમ્યાન હીરા વેપારીઓ સાથે લાખોના હીરા ચોરી થવાની તેમજ ઠગાઈ થવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. પરંતુ સુરતમાં એક માનવતા અને પ્રામાણિકતાનું ઉતમ ઉદાહરણ પણ જોવા મળ્યું છે.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો વરાછાના મીરા જેમ્સના રાહુલ મોરડિયા બુધવારે સાંજે કતારગામ ખાતે આવેલા સેફ વોલ્ટમાં હીરાના પડીકા મુકવા માટે ગયા હતાં. સેફ વોલ્ટમાં હીરા મુકવા માટે ગયા હતાં. જેમાંથી એક પેકેટ સેફ ડિપોઝિટ વોલ્ટની ઉપર ભૂલી ગયા હતાં.  પરંતુ તે હીરાનું જોખમ ત્યાં કામ કરતા ધીરુભાઈને મળ્યું હતું. જેથી તેઓએ તે હીરાનું પડીકું મેનેજરને આપી દીધું હતું. બીજા દિવસે રાહુલભાઈને હીરાનું પડીકું ગુમ થયાની જાણ થતા તેઓ કતારગામ સ્થિત સેલ્ફ ડીપોઝીટ ખાતે આવી પહોચ્યા હતા. જ્યાં મેનેજરે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસી પાંચ લોકોની સાક્ષીમાં 12 લાખનું હીરાનું પડીકું પરત કર્યું હતું.

સમાજ માટે દાખલા રૂપ

નયનાબેન ઠુમ્મરએ જણાવ્યું હતું કે અમે કતારગામમાં સેલ્ફ ડીપોઝીટ વોલ્ટ ધરાવીએ છીએ. અમારે ત્યાં કામ કરતા ધીરુભાઈને આ પડીકું મળ્યું હતું. જેથી અમે આ પેકેટ સાચવીને મૂકી દીધું હતું. બીજા દિવસે રાહુલભાઈને બોલાવીને બધી ચકાસણી કરીને તે હીરાનું પડીકું પરત કરવામાં આવ્યું છે. અમારા કર્મચારીની નિષ્ઠા અને પ્રમાણિકતા જોઇને કર્મચારીનું સન્માન સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. જેથી અમે પણ ગર્વની લાગણી અનુભવીએ છીએ. આજના સમયમાં ભાઈ ભાઈનો નથી અને હજારોની મત્તા પરત નથી આપતા ત્યારે આવી રીતે લાખોના હીરા પરત એક કર્મચારી કરે છે તે સમાજ માટે દાખલા રૂપ છે

ધીરુભાઈનો ખુબ ખુબ આભાર માનું છું

રાહુલભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે હું કતારગામ સેલ્ફ વોલેટમાં હીરાનું પડીકું ભૂલી ગયો હતો. જેને લઈને હું ચિંતામાં હતો. પરંતુ કર્મચારીની નિષ્ઠા અને પ્રમાણિકતાના હિસાબે મને હીરાનું પડીકું પરત મળ્યું છે. જેને લઈને હું કર્મચારી ધીરુભાઈનો ખુબ ખુબ આભાર માનું છું. મને જો હીરા પરત ન મળ્યા હોતે તો હું ખુબ જ મુશ્કેલીમાં મૂકાઈ જાત.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud