• 12 તારીખે પાંચ યુવાનો તાપી નદીમાં માછીમારી કરવા માટે ગયા હતા
  • પાંચ પૈકી એક યુવકે પોતાનો વિડીયો બનાવ્યો હતો, જો કે તે તેનો આખરી વિડીયો હતો
  • યુવક નદીમાં ડુબતા ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરાઇ
  • મોડી રાત સુધી સર્ચ ઓપરેશન બાદ પણ યુવકની ભાળ મળી નહિ
  • આખરે બીજા દિવસે તાપી નદી કિનારે યુવકને દેહ મળી આવ્યો 

WatchGujarat. સુરતના કતારગામનો રહેવાસી મોટી વેડગામ સ્થિત તાપી નદીમાં પાંચ મિત્રો સાથે છીમારી કરવા માટે ગયો હતો. માછીમારી દરમિયાન તો વિડીયો પણ બનાવ્યો હતો. જો કે પાંચ પૈકી એકનું ડુબી જતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ ફાયરના લાશ્કો તાત્કાલિક એક્શનમાં આવ્યા હતા. અને મૃતદેહની શોધખોળ શરૂ કરી દીધી હતી.  જો કે બીજા દિવસે તેની લાશ તાપી નદીના કિનારેથી મળી આવી હતી

શહેરના કતારગામ સ્થિત કંતારેશ્વર પાસે ધર્મેશભાઇ દશરથભાઇ રાઠોડ (ઉં.-30) તેના પરિવાર સાથે રહેતો હતો. અને પાણીની બોટલ દુકાનોમાં પહોંચાડી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો. ધર્મેશ પોતાના મિત્રો સાથે ગત 12 તારીખે મોટી વેડગામ તાપી નદીના કિનારે માછીમારી કરવા ગયો હતો. માછી મારી કરતી વખતે તેણે કરચલો હાથમાં પકડીને વિડીયો પણ બનવ્યો હતો. તથા માછીમારી દરમિયાન પાણીમાં પણ તેણે વિડીયો બનાવ્યો હતો.

જે કે માછીમારી દરમિયાન દરમ્યાન અચાનક ધર્મેશ ડૂબી ગયો હતો. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે, બીજા દિવસે ધર્મેશ રાઠોડ ની લાશ તાપી નદીના કિનારે મળી આવી હતી. જેથી ફાયર વિભાગે ઘટના સ્થળે જઈ ધર્મેશ ની લાશને બહાર કાઢી સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી. ધર્મેશના મોતના પગલે પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી.

મુતકે ડૂબતા પહેલા બનાવ્યો વિડીયો ઘટના બાદ સામે આવ્યો

મૃતક ધર્મેશે મુત્યુ પહેલા એક વિડીયો બનાવ્યો હતો. વિડીયો ધર્મેશના મૃત્યુ બાદ સામે આવ્યો છે. જેમાં તે કરચલા અને માછલી પકડી રહ્યો છે. અને બાદમાં તેનો વિડીયો બનાવી રહ્યો છે. જો કે ત્યારબાદ તે પાણીમાં ગરકાવ થયો હતો.અને તેનું મોત નીપજ્યું હતું.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ફાયર વિભાગને મૃતદેહ ન મળ્યો

તાપી નદીમાં યુવક ડુબી ગયો હોવાની જાણ થતા ત ફાયરના લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું હતું. જો કે મોડી રાત સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં ફાયરના લાશ્કરોને સફળતા મળી ન હતી. જો કે બીજા દિવસે યુવકનો મૃતદેહ તાપીના કિનારો જોવા મળતા તંત્ર દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તાપી નદીમાં ઝંપલાવી અથવાતો ડુબી જવાથી અનેક લોકોના મોત નિપજ્યા છે. વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના કિસ્સાઓ પર લગામ કસવા માટે ત્વરિત પગલા લેવા જોઇએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud