કેટલાક કિસ્સાઓમાં સમસ્યાથી પીડિત લોકો જીવનનું આખરી પગલું ભરતા પણ અચકાતા નથી
ગત રોજ યુવકે બેગ સાથે બ્રિજ પરથી નદીમાં ઝંપલાવ્યું
ત્યારે બ્રિજના સામે છેડે રહેલા લોકોએ તેને અટકાવવા માટે બુમો પાડી હતી
WatchGujarat. શહેરમાં તાપી નદી પર આવેલા આંબોલી બ્રિજ પરથી ગત સાંજે યુવકે નદીમાં છલાંગ લગાવી હતી. યુવક છલાંગ લગાવી રહ્યો હતો ત્યારે સામેની બાજુએ લોકોએ બુમો પાડી તેને રોક્યો હતો. જો કે તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. યુવકની શોઘખોળ માટે હાલ ફાયરની ટીમો કામે લાગી છે.
https://twitter.com/WatchGujarat/status/1365211694062964739?s=20
તમામ લોકોના જીવનમાં કોઇને કોઇ સમસ્યા હોય છે. કોઇ સમસ્યાનું સમાધાન લાવવાનો પ્રયાસ કરે તો કોઇ સમસ્યા સાથે જીવવાનું શીખી જાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં સમસ્યાથી પીડિત લોકો જીવનનું આખરી પગલું ભરતા પણ અચકાતા નથી. સુરતમાં ગતરોજ યુવકે બેગ સાથે આંબોલી તાપી નદીના બ્રિજ પરથી ભુસકો માર્યો હતો. યુવક જ્યારે ભુસકો લગાડી રહ્યો હતો. ત્યારે બ્રિજના સામે છેડે રહેલા લોકોએ તેને અટકાવવા માટે બુમો પાડી હતી. પરંતુ યુવકે કોઇનું સાંભળ્યા વગર બ્રિજ પર આખરી છલાંગ લગાવી દીધી હતી.
બ્રિજની સામેની બાજુએ ઉભેલા લોકોએ યુવકને અટકાવવાની સાથે સમગ્ર ઘટનાક્રમને કેમેરામાં કેદ કર્યો હતો. ત્યાર બાદ વિડીયો સોશિયલ મિડીયામાં વાઇરલ પણ થયો હતો. યુવકે નદીમાં આખરી ભુસકો માર્યો હોવાની જાણ થતા તેની ભાળ મેળવવા માટે ફાયરના લાશ્કરોએ શોધખોળ ચાલુ કરી હતી. સમગ્ર ઘટના ગત સાંજે 5 કલાકે બની હોવાનું અનુમાન છે.
watchgujarat.com આ વિડીયોની પુષ્ટિ કરતું નથી.