• રાજ્યમાં કોવિડ-19 સંક્રમણ નિયંત્રણની ભારત સરકારની ગાઇડલાઇનનો અમલ 30મી એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવ્યો
  • રાજ્યમાં ગત રોજ કોરોના વાયરસના 2220 કેસ નોંધાયા છે

WatchGujarat રાજ્યમાં કૂદકે અને ભૂસકે કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂનો અમલ લંબાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા આજે ગાંધીનગરથી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ આગામી 15મી એપ્રિલ સુધી ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો અમલ યથાવત રહેશે. ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે આ અંગેની વિગતો આપી છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી તા.30 એપ્રિલ સુધી યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

દરમિયાનમાં રાજ્યમાં ગત રોજ કોરોના વાયરસના 2220 કેસ નોંધાયા છે. મુખ્યમંત્રી રૂપાણીએ અગાઉ કહ્યું હતું કે હજુ એક અઠવાડિયું કોરોનાના કેસમાં વધારો થશે અને ત્યારબાદ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 1988 દર્દી સાજા થયા છે જ્યારે કુલ 10 દર્દીનાં મોત પણ થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં કુલ 2,88,565 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જ્યારે રાજ્યનો રિકવરી દર 94.51 ટકા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud