સમા અભિલાષા ચાર રસ્તા પાસે ગાયત્રી સોસા.માં બની ઘટના
મકાનનુ રિનોવશન ચાલતુ હોવાથી રાજસ્થાનથી ટ્રકમાં માર્બલ મંગાવવામાં આવ્યાં હતા.
બપોરના સમયે માર્બલ ઉતારવાની કામગીરી ચાલી રહીં તે દરમિયાન ઘટના બની
માર્બલ ઉતારવા ટ્રકમાં ચઢેલા રાજસ્થાનના યુવકનુ માથુ છુંદાતા મોત
WatchGujarat શહેરના સમા અભિલાષા ચાર રસ્તા પાસેની ગાયત્રી સોસાયટીના એક મકાનમાં રિનોવેશનનુ કામ ચાલી રહ્યું છે. જેથી રાજસ્થાનથી ટ્રકમાં માર્બલ મંગાવવામાં આવ્યાં હતા. તેવામાં રવિવારે બપોરના સમયે ટ્રકમાંથી માર્બલ ઉતારવામાં આવી રહ્યાં હતા. ત્યારે અચાનક માર્બલનો એક તરફનો જથ્થો યુવક ઉપર પડતા તેનુ માથુ છુંદાઇ ગયું હતુ. યુવકનો જીવ બચાવવા માટે ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. જોકે તેને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની વિગત એવી છે, સમા અભિલાષા ચાર રસ્તા પાસે આવેલી ગાયત્રી સોસા.ના એક મકાનમાં રિનોવેશનની કામગીરી ચાલી રહીં છે. જેથી મકાન માલિકે રાજસ્થાનથી ટ્રકમાં માર્બલ મંગાવ્યાં હતા. જે માર્બલ ભરેલો ટ્રક આજે બપોરે 12 વાગ્યાના અરસામાં તેમના નિવાસ સ્થાને આવી પહોંચ્યાં હતા. તેવામાં મજૂરો દ્વારા આ માર્બલ ઉતારવાની કામગીરી કરવામાં આવી રહીં હતી.
દરમિયાન ટ્રકમાં ભરેલા વજનદાર માર્બલની લાદીનો એક તરફનો જથ્થો યુવકના માથા ઉપર પડ્યો હતો. બન્ને તરફની મુકેલા માર્બલની લાદીઓ વચ્ચે યુવકનુ માથુ ફસાતા છુંદાઇ ગયું હતુ.
ઘટનાની જાણ થતાં સ્થાનિકો તાત્કાલીક દોડી આવ્યાં હતા. પરંતુ માર્બલ વજનદાર હોવાથી ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા હાઇડ્રોલીક ક્રેઇન વડે માર્બલની લાદીઓનો જથ્થો ખસાડી યુવકને બહાર કાઢવાં આવ્યો હતો.
જોકે તેનુ આખું મોઢુ છુંદાઇ જતા તેને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબો દ્વારા યુવકને મૃતજાહેર કરાયો હતો. બનાવને પગલે સમા પોલીસે સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.