• ડેલ્ટા બાદ કપ્પા વેપિએન્ટની રાજ્યમાં એન્ટ્રી, નવા પાંચ કેસ નોંધાયા
  • ગોધરામાં કપ્પા વાયરસના કારણે સૌ પ્રથમ મોત નોંધાયું
  • કોરોનાનું સંક્રમણ ઝડપથી વધતા નવા વેરિએન્ટ સર્જાય છેઃ નિષ્ણાતો

corona

WatchGujarat. રાજ્યમા કોરોનાની બીજી લહેર સંપુર્ણતાના આરે છે. ત્યારે નિષ્ણાતો દ્વારા ગુજરાતમાં કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેણા એંધાણો હવે જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ બાદ હવે કપ્પા વેરિએન્ટની એન્ટ્રી થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં કપ્પા વેરિએન્ટના 5 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કપ્પા વેરિએન્ટના 5 કેસ જોવા મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આજે ગોધરામાં કપ્પા વારયસથી સૌ પ્રથમ મોત નોંધાયું છે. તમને જણાવી દઈએ કે ગોધરા તાલુકાના અંદરના મુવાડા ગામમાંથી ગત જૂન માસમાં એક વ્યક્તિનું અમદાવાદ ખાતે સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે બાદ પ્રથમ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેનું કપ્પા વેરિએન્ટ માટેનું સેમ્પલ પણ લેવાયું હતું. ઉલ્લેખનીય છે કે  22 દિવસ બાદ કપ્પા વેરિએન્ટના સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે રિપોર્ટ આવતા પહેલા જ દર્દીનું મોત નિપજ્યું છે.

મળતી વિગતો અનુસાર આ કેસ બાદ ગોધરામાં અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કપ્પા વેરિએન્ટથી મૃત્યુ પામનારની અંતિમવિધીમાં જોડાયેલા લોકોનું તેમજ તેના પરિજનોનું ટ્રેસિંગ કરવામાં આવ્યું છે. જે બાદ 22 વ્યક્તિઓ ક્લોઝ કોન્ટેક્ટ સહિત કુલ 50 ઉપરાંત લોકોના કોરોના માટેના સેમ્પલ લેવામાં આવ્યાં છે. મૃતકના સંપર્કમાં આવેલા 22 વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ માટે સેમ્પલ લેવાયા છે.

ઉલ્લેખનીય છે કે ગોધરા ઉપરાંત તલોદ અને મહેસાણામાં કપ્પા વેરિએન્ટના કેસ નોંધાયા હોવાની માહિતી સામે આવી છે. આ અંગે વાત કરતાં નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાતા નવા વેરિએન્ટ સર્જાય છે.  તમને જણાવી દઈએ કે રાજ્યમાં કોવિડ 19 SARC-COV-2 ના જીનોમ સિક્વન્સના ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વાઇરસના ત્રણ કેસ જોવા મળ્યા છે.

મળતી વિગતો અનુસરા અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના માઈક્રોબાયોલોજી વિભાગે જૂન મહિનામાં પુણેની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે કોરોનાના આઠ શંકાસ્પદ સેમ્પલ મોકલ્યાં હતાં. મહત્વનું છે કે તેમાંથી બે સેમ્પલમાં કપ્પા વેરિએન્ટ જોવા મળ્યો હતો. આ અગાઉ મે મહિનામાં પણ એક સેમ્પલમાં કપ્પા વાઇરસ જોવા મળ્યો હતો. જોકે કપ્પા વેરિએન્ટ કેટલો ઘાતક છે એ હજી કોઈ સ્પષ્ટતા નથી. આ અંગે વૈશ્વિક સ્તરે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud