• સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન આવેલું છે
  • વર્ષ 2014 ના રોજ મેંગલોરના પ્રાણી સંગ્રહાલયમાંથી સાંભવી નામની વાઘણ લાવવામાં આવી
  • ગત 4 તારીખના રોજ સ્ટાફની ચકાસણી દરમિયાન વાઘણ સુસ્ત બેઠેલી જણાઈ આવી
  • મૃત વાઘણના વિસેરાના તપાસઅર્થે મોલકવામાં આવ્યા

Watchgujarat. સુરતના સરથાણા નેચર પાર્કમાં મેંગલોરથી લાવવામાં આવેલી વાઘણનું સારવાર દરમિયાન નિધન થયું છે. વાઘણનું ઝેરી સર્પદશના કારણે નિધન થયું હોવાનું બહાર આવ્યું હતું. જો કે વાધણના મરણની વધુ કારણ જાણવા મળતે વિસેરા નવસારી વેર્ટનરી કોલેજ ખાતે મોકલવામાં આવ્યા છે.

મેંગલોરના પ્રાણી સંગ્રહાલયમાંથી લવાયેલી વાઘણનું મોત

સુરતના સરથાણા વિસ્તારમાં શ્યામાપ્રસાદ મુખર્જી ઝૂલોજીકલ ગાર્ડન, પ્રાણી સંગહલયમાં દેશ વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. અહી સિહ-વાઘ વાઘણ જેવા પ્રાણીઓ પણ છે. દરમિયાન વર્ષ 2014 ના રોજ મેંગલોરના પ્રાણી સંગ્રહાલયમાંથી સાંભવી નામની વાઘણ લાવવામાં આવી હતી. અહી તેની તમામ દેખરેખ થતી હતી. હાલ તેની ઉમર 14 વર્ષની હતી. સામાન્ય રીતે જંગલમાં આ પ્રાણીઓનું કુદરતી આયુષ્ય 14 થી 16 વર્ષનું હોય છે. દરમિયાન ગત 4 તારીખના રોજ સ્ટાફની ચકાસણી દરમ્યાન વાઘણ સુસ્ત બેઠેલી જણાઈ આવી હતી.

જેથી તબીબો દ્વારા વાઘણની તપાસ કરવામાં આવી હતી. જેમાં તે નર્વસ નાઈન/લકવાગ્રસ્ત થયેલ હોવાનું જણાઈ આવ્યું હતું. અને તે લકવા ગ્રસ્ત ઝેરી સર્પના દંમશના કારણે થઈ હોવાનું  માલુમ પડ્યું હતું. જેથી તેની તાત્કાલિક સારવાર શરુ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેના લોહીના નમુના લઇ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. અને તેની તબિયતને ધ્યાને લઈને જરૂરી લાઈફ સેવિંગ્સ ટ્રીટમેન્ટ તેમજ ફ્લુઈડ થેરાપી આપવામાં આવી હતી. છતાં તેની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો. અને આખરે વાઘણનું ૯ જુનના રોજ સવારના ૪ કલાકે નિધન થયું હતું.

અંતિમ વિધિ કરાઈ

વાઘણનું મોત થતા પ્રાણી સગ્રહાલયના સ્ટાફમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી. અશ્રુભીનિ આંખે તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઉપરાંત વાધણના મરણની વધુ કારણ જાણવા મળતે વિસેરા નવસારી વેર્ટનરી કોલેજ ખાતે મોકલવામાં આવ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud