WatchGujarat. લીવર એ શરીરનો સૌથી મહત્વપૂર્ણ અંગ છે જે શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સાથે તે કાર્બોહાઇડ્રેટ્સને તોડી તે ગ્લુકોઝ બનાવે છે. લીવર (યકૃત) માં આવશ્યક પોષક તત્વો હોય છે જે ખોરાકમાંથી પૌષ્ટિક તત્વોને પચાવવા અને ગ્રહણ કરવા માટે જરૂરી હોય છે. આ માટે સ્વસ્થ લીવર હોવું ખૂબ જ જરૂરી છે. શરીરની જમણી બાજુ આવેલું લીવર લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. આ ઉપરાંત શરીરમાં હાજર રહેલા વિષાક્ત તત્વ અને હાનિકારક કેમિકલ્સને ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કાઢવાનું કામ કરે છે. સ્વસ્થ રહેવા માટે વ્યક્તિનું લીવર સ્વસ્થ રહેવું જરૂરી છે. સ્વસ્થ રહેવા માટે શરીરના દરેક અંગને સ્વસ્થ રાખવા જરૂરી છે. જોકે,બધા જ અંગો કરતા ખાસ ભૂમિકા લીવરની છે. કારણ કે લીવર શરીરનું મહત્વપૂર્ણ અને મોટું અંગ છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) મુજબ, લીવર રોગ ભારતના દસ સૌથી મોટા રોગોમાં ગણાય છે. દેશમાં દર વર્ષે 10 લાખ લીવર સંબંધિત કેસ નોંધાય છે જે ગંભીર ચિંતાનો વિષય છે. જો તમે પણ તમારા લીવરને સ્વસ્થ અને સલામત રાખવા માંગો છો, તો પછી આહારમાં આ વસ્તુઓનો સમાવેશ કરો-

રસ ઝરતાં ફળો – બેરીજ

તેમાં એન્ટીઑકિસડન્ટો મળી આવે છે જેને પોલિફેનોલ્સ કહેવામાં આવે છે. પોલિફેનોલ્સ લીવરને નુકસાન થવાથી સુરક્ષિત રાખે છે. બેરીજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે.

ઓલિવ તેલ

લીવર માટે વધુ પડતી ચરબી હાનિકારક હોય છે. આ માટે ઓલિવ તેલનો ઉપયોગ કરો. ઓલિવ તેલ ઓક્સિડેટીવ ચરબી ઘટાડવામાં મદદ કરે છે અને લીવર ફંકશનમાં સુધારો કરે છે.

ઓટમીલ

તેમાં ફાઇબર અને બીટા ગ્લુકોઝ મળી આવે છે. આ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સાથે તે લીવરમાં હાજર ચરબી પણ ઘટાડે છે. આ લીવરને સુરક્ષિત રાખે છે.

દ્રાક્ષ

World Journal of Gastroenterology માં પ્રકાશિત સંશોધન મુજબ, એન્ટીઑકિસડન્ટ્સ દ્રાક્ષમાં જોવા મળે છે, જે લીવરને રોગોથી બચાવવામાં મદદગાર સાબિત થાય છે.

કોફી

સ્વસ્થ લીવર માટે કોફી પીવી ખૂબ જરૂરી છે. કોફી ઈંફ્લેમેશનને ઓછું કરે છે. અને એન્ટીઓક્સીડેન્ટ સ્તરને વધારે છે જેનાથી લીવર મજબૂત બને છે.

ફળો અને શાકભાજી

એવું માનવામાં આવે છે કે આમલામાં એન્ટિ ડાયાબિટીક ગુણધર્મો મળી આવે છે. લીવરને સ્વસ્થ અને સારું રાખવા માટે તમારા આહારમાં એવોકાડો, કેળા, જવ, બીટ, બ્રોકોલી, ચોખા, ગાજર, લીંબુ, પપૈયા વગેરે વસ્તુઓનો સમાવેશ જરૂરથી કરો.

ચરબીયુક્ત માછલી

ફેટી માછલીમાં એટલે કે તૈલીય માછલી માં વધુ માત્રામાં ઓમેગા -3 ફેટી એસિડ્સ જોવા મળે છે. આ ઉપરાંત તેમાં એન્ટિ-ઈફ્લેમેટરી, એન્ટિ-ઑક્સિડેટીવ, એન્ટી-કાર્સિનોજેનિક ગુણધર્મો મળી આવે છે જે લીવર માટે ફાયદાકારક હોય છે.

લસણ

લીવરને સ્વસ્થ રાખવા માટે લસણ સક્ષમ છે. લસણમાં એન્ટી ઓક્સીડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે લીવરને સાફ કરવામાં મદદ કરે છે. તેમા એલિસિન અને સેલેનિયમ નામના બે તત્વ હોય છે જે લીવરને સાફ કરે છે, સાથે લીવરનું રક્ષણ કરે છે. કોલેસ્ટ્રોલનું ઉચ્ચું પ્રમાણ લીવરની કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે, અને લસણ કોલેસ્ટ્રોલના સ્તરનું નિયત્રણ કરવામાં મદદ કરે છે.

અખરોટ

લીવરને ખરાબ તત્વોથી છૂટકારો અપાવે છે. લીવરને સાફ કરવામાં મદદ કરે છે. એગ્રિકલ્ચર એન્ડ ફૂડ કેમિકલ સાયન્સના એક જર્નલ મુજબ અખરોટમાં રહેલા પોલીફેનોલ્સ, કાર્બન ટેટ્રોક્લોરાઈડ અને ડી-ગ્લાક્ટોસેમિન લિવરને થતી ઈજાઓને અટકાવે છે.

નોંધ: આ ટીપ્સ અને સૂચનો સામાન્ય માહિતી માટે છે. આને ડૉકટર અથવા તબીબી વ્યાવસાયિકની સલાહ તરીકે ન લો. માંદગી અથવા ચેપના લક્ષણોના કિસ્સામાં,ડૉકટરની સલાહ જરૂર લો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud