બુલેટ તેના ચાલવાના અવાજ પરથી અલગ ઓળખ ધરાવે છે
પરંતુ સાયલેન્સરનો અવાજ કાનના પળદા ફાડી નાંખે તેવી રીતે મોડીફાય કરી શકાય
ગાંધીનગરમાં જાગૃત નાગરિકોએ ઉપદ્રવીઓ સામે કડક પગલા લેવા વાહનવ્યવહાર મંત્રી આર સી ફળદુને કરી રજુઆત
WatchGujarat. રાજ્યના અનેક શહેર અને જિલ્લાઓમાં આજકાલ બુલેટ (Royal Enfield Bullet) લઈને પોતાની ઈમેજ ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. ઉપરાંત રાહદારીઓનું ધ્યાન પોતાના તરફ આકર્ષાય તેવા મલીન ઈરાદાથી ફૂલ સ્પીડમાં નીકળતા હોવાની ફરિયાદ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુ (RC Faldu) દ્વારા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કરવામાં આવી હતી. આખરે સમગ્ર મામલો વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તથા રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશ્નર સુધી પહોંચાડવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
રોયલ એનફિલ્ડ બુલેટ (Royal Enfield Bullet) ના સાયલેન્સરનો અવાજ એટલો વિસ્ફોટક અને ભયાનક હોય છે કે નાના બાળકોના કાનને કાયમી બહેરાશ આવવા સુધીનું નુકશાન કરી શકે તેમ છે. એટલું જ નહીં આજુબાજુમાં વાહન ચલાવતી વ્યક્તિનું પણ ધ્યાન ડ્રાઈવિંગથી હટીને અકસ્માત થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. આથી આ પ્રકારના બુલેટને કારણે થતા અવાજના પ્રદુષણને અને ઉપદ્રવને બંધ કરાવવા તેમજ આવા બુલેટ લઈને નીકળતી વ્યક્તિઓ સામે ફોજદારી તેમજ દંડનીય કામગીરી કરવા ગાંધીનગરના જાગૃત નાગરિકો દ્વારા રાજ્યના વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુ (RC Faldu)ને રજૂઆત કરવામાં આવી હતી.
વાતની ગંભીરતાને સમજીને જ્યના વાહનવ્યવહાર મંત્રી આરસી ફળદુ (RC Faldu) દ્વારા ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનું ધ્યાન દોર્યું હતું. હાલ સમગ્ર મામલો વાહનવ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ તથા રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશ્નર સુધી પહોંચાડવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.
છેલ્લા ઘણા સમયથી ગાંધીનગરના માર્ગો પર બુલેટ લઈને કેટલાક ઈસમો તેજ ગતિએ નીકળીને રોફ મારતાં હોવાની વાત સ્થનિકોના ધ્યાને આવ્યું હતું. જે અંગે નગરજનોએ મંત્રીનું ધ્યાન દોરતાં તેઓએ આ અંગે ગૃહમંત્રીનું ધ્યાન દોરીને કાર્યવાહી કરવા જણાવ્યું હતું આવનાર દિવસોમાં સરકાર દ્વારા આ પ્રકારનું ધ્વનિ પ્રદુષણ અને ઉપદ્રવને કાયમી રીતે ડામવા માટે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે.