મહારાષ્ટ્રનાં એક NGO દ્વારા રાજકોટની હોટલ પાર્કઇનમાં રાખેલી એક સગીરાને વેચવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીનાં આધારે કાર્યવાહી
અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી વેચાણ થતું હોવાની પ્રબળ શંકાને આધારે શહેર પોલીસે હોટલ પર રેડ પાડી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી
સંતોષ સગીરાને ક્યાં ઇરાદે લઈ આવ્યો હતો ? તેની સાથે કોઈ શારીરિક અત્યાચાર થયો છે કે કેમ? તેમજ મદદગારી કરનાર શખ્સની પણ પૂછપરછ શરૂ કરી
Watchgujarat. શહેરનાં સદર વિસ્તારમાં આવેલી પાર્ક ઈન હોટલમાં મહારાષ્ટ્રનાં NGO સાથે મહિલા પોલીસની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં એક સગીરાને ગોંધી રાખી તેને વેંચી નાખવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ NGO દ્વારા કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા હોટલની એન્ટ્રી બંધ કરીને મોડી સાંજે તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને ભોગ બનનાર સગીરા મળી આવી છે. સાથે આ કૌભાંડમાં સામેલ એક રાજકોટનાં શખ્સને પોલીસે ઝડપી લીધો છે. જો કે તેને લાવનારા પોલીસને ચકમો આપીને નાસી છુટવામાં સફળ રહેતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
https://youtu.be/HzQTyrHV-Sc
જાણવા મળતી વિગત મુજબ, મહારાષ્ટ્રનાં એક NGO દ્વારા હોટલ પાર્કઇનમાં રાખેલી એક સગીરાને વેચવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીનાં આધારે સ્થાનિક અને મહિલા પોલીસ તેમજ NGOની ટીમોએ હોટલમાં તપાસ શરૂ કરી હતી. અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવી વેચાણ થતું હોવાની પ્રબળ શંકાને આધારે શહેર પોલીસે હોટલ પર રેડ પાડી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં હોટેલમાંથી એક સગીરા અને સ્થાનિક શખ્સ મળી આવ્યો છે. જ્યારે સગીરાને વેચાણ અર્થે લાવનાર શખ્સ ફરાર થઈ ગયો હતો.
જો કે રાજકોટ મહિલા અભયમ ટીમ, સમાજ સુરક્ષા વિભાગ ટીમ, મહારાષ્ટ્ર NGO ટીમ, મહિલા પીઆઇ સેજલબેન અને સમગ્ર ટીમે સંયુક્ત કાર્યવાહી કરી સગીરાને બચાવી લીધી છે. પરંતુ તેને અહીં લાવનારો સંતોષ નામનો શખ્સ નાસી છૂટ્યો છે. પણ આ કામમાં મદદરૂપ બનનાર રાજકોટનો એક શખ્સ ઝડપાઈ ચુક્યો છે. જેને લઈને પોલીસે સંતોષ સગીરાને ક્યાં ઇરાદે લઈ આવ્યો હતો ? તેની સાથે કોઈ શારીરિક અત્યાચાર થયો છે કે કેમ? તેમજ મદદગારી કરનાર શખ્સની પણ પૂછપરછ શરૂ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સંતોષ અને સગીરા છેલ્લા બે મહિનાથી રાજકોટમાં હોવાનું અને મેટોડા ખાતે કોઈ કંપનીમાં નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું છે. જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસ પુર્ણ થયા બાદ દેહ વ્યાપરનું મોટું કૌભાંડ ખુલે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.