LCBએ ATM કાર્ડ ક્લોનિંગ કરતી આંતરરાજ્ય UPની ટોળકીના 5 ભેજાબાજોને ડબોચ્યાં
વર્ષ 2018 થી UP ની ટોળકી સક્રિય : ગોલું અને પંકજ નામના 2 આરોપી વોન્ટેડ
ગુજરાત, હૈદરાબાદ, આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ATM કાર્ડ ક્લોન કરી લાખો રૂપિયા ખંખેરીયા
19 બેંકના 30 કાર્ડ, રોકડા સહિત ₹ 7.70 લાખનો મુદ્દામાલ કબ્જે
ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, દહેજ અને સુરત વિસ્તારના બેંકોના ATM ક્લોન કર્યા
WatchGujarat ગુજરાત, આંધ્રપ્રદેશ , હૈદરાબાદ સહિત 7 રાજ્યોમાં ATM કાર્ડ ક્લોન કરી ડુપ્લીકેટ એ.ટી.એમ. કાર્ડ બનાવી લાખો રૂપીયા ઉપાડી લેતી આંતરરાજ્ય UP પ્રતાપગઢની ગેંગના 5 સાગરીતોને ભરૂચ પોલીસે દબોચ્યા છે. ભરૂચ જીલ્લા સાઇબર ક્રાઇમ અને LCB એ XUV કાર, 19 Bank ના 30 ATM કાર્ડ, 1 લેપટોપ,ATM ક્લોનિંગ રાઇટર, 10 મોબાઈલ સહિત રોકડ 96,180 મળી કુલ ₹7.70 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.
ભરૂચ જિલ્લામાં લોકોના બેંક ખાતામાંથી રૂપિયા ઉપડી જવાના બનાવો સતત વધી રહ્યા હતા. જેના કારણે SP રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચનાથી LCBની ટીમ અને સાયબર સેલ વોચ રાખી રહી હતી. બીજી તરફ સાઇબર સેલની ટીમ ભરૂચ જીલ્લામાં જાહેર જનતાના બેંક ખાતામાંથી બારોબાર રૂપીયા ઉપડી ગયા હોય તેવા બનાવોની માહિતી એકત્રીત કરી રહી હતી. અને જે તે સ્થાનિક બેંકોનો સંપર્ક કરી ડુપ્લીકેટ ATM કાર્ડ દ્વારા બારોબાર રૂપીયાનો ઉપાડ કરી લેતા વ્યક્તિઓ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
પ્રાપ્ત થયેલ માહિતી આધારે ટેક્નિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી સાયબર સેલ તથા LCBની સયુંક્ત ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરી ભરૂચ થી દહેજ જતા હાઇવે ઉપર દહેગામ ત્રણ રસ્તા ખાતેથી 5 શકમંદોને મહીન્દ્રા XUV લક્ઝયુર્સ ગાડી સાથે ઝડપી લીધા હતા. અને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન XUV કારમાંથી 19 Bank ના ક્લોન કરેલા 30 ATM કાર્ડ, ક્લોનિંગ ડિવાઇસ, લેપટોપ અને મોબાઈલ મળી આવ્યો હતો.
XUV કારમાંથી વિવિધ બેંક ના ATM કાર્ડ અને ક્લોનિંગ ડિવાઇસ મળી આવતા પોલીસે ક્રોસ ઇંટ્રોગેશન કરતા શકમંદોએ કેફીયત જણાવી હતી કે , તેઓએ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, દહેજ, સુરત તેમજ હૈદરાબાદ, આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, અને ઉત્તરપ્રદેશના ઘણા બધા લોકોના ATM કાર્ડ ક્લોન કરી અલગ અલગ જગ્યાએથી લાખો રૂપીયા ઉપાડી ગુનાઓ આચાર્ય હતા. હાલ સુરતના મિત્રની મહીન્દ્રા XUV ગાડી લઇ દહેજ ખાતે ATM કાર્ડ કલોનીંગ કરવા જતા હતા. ત્યારે સાઇબર સેલ અને LCB પોલીસે પકડી પાડ્યા હતા.
પોલીસની વધુ પુછપરછ દરમ્યાન ભરૂચ જીલ્લાના અંક્લેશ્વર શહેર તથા અંકલેશ્વર GIDC તથા ભરૂચ શહેર “ સી ” ડીવીઝન પો.સ્ટે.ના એક - એક ગુનાઓ ડિટેક્ટ થયેલ છે. શકમંદોની પુછપરછમાં હજુ વધુ ગુનાઓનો પર્દાફાશ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે . હજુ આ આરોપીઓના ફોટાઓ, નંબરો અને MOની સમગ્ર ગુજરાત રાજયમાં જાણ કરવામાં આવનાર છે. આ ટોળકી ભરૂચમાં 2018 થી ટોળકી સક્રિય હતી.
હાઇવે પર ના શહેરોમાં અંજામ આપી બીજા રાજ્યમાંથી ઉપાડતા નાણાં
ટોળકી લેપટોપ ATM ક્લોનીંગ ડિવાઇસ, એટીએમ ક્લોનીંગ રાઇટર ડિવાઇસ સાથે 7 રાજ્યોમાં હાઇવે પર આવતા શહેરોના ATM સેન્ટરો પર વોચ રાખી ATM માંથી રૂપીયાનો ઉપાડ કરી શકતા ન હોય તેવા લોકોને ટાર્ગેટ કરતી હતી. આવા વ્યક્તિઓ ATM માં રૂપિયા ઉપાડતી વખતે ગુપ્ત પીન નંબર પ્રેસ કરે તે વખતે ધ્યાનથી જોઇ ગુપ્ત નંબર પોતાની સ્મૃતિમાં રાખી લઇ બાદમાં તે વ્યક્તિ પાસેથી જ રૂપીયાનો ઉપાડ કરવા મદદ કરવાના બહાને ચપટતાપૂર્વક ATM કાર્ડ મેળવી લેતા હતા. અને ડિવાઇસમાં કલોન કરી તેઓની પાસેના લેપટોપમાં ડેટા એકત્રીત કરી બાદમાં રાઇટર મશીન વડે એકત્રીત કરેલ ડેટાને ડુપ્લીકેટ ATM કાર્ડમાં ટ્રાન્સફર કરતા હતા. ત્યારબાદ જે તે જીલ્લા બહાર નીકળી નજીકના શહેરમાં તથા અન્ય રાજયમાં જઇ મોડી રાત્રીના સમયે રૂપીયાનો ઉપાડ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.
વધુમાં આ કામના આરોપીઓ જેટલા ATM કાર્ડ ક્લોનીંગ કરે છે તે તમામ ATM કાર્ડનો ડેટા લેપટોપમાં સેવ કરી ઇ - મેઇલથી ભારતના કોઇપણ છેડે મોકલી તેમના સાગરીતો પાસે રૂપીયા ઉપાડ કરી શકે તેવુ સોફટવેર તેમના લેપટોપમાં મળી આવેલ છે.
ATM સેન્ટર પર કાર્ડ અને પીનને લઈ પ્રજાજોગ સંદેશ
જો શકય હોય તો ATM સેન્ટરમાં પ્રવેશ કરતી વખતે લોકોની ભીડ હોય તો રૂપીયા ઉપાડવાનું ટાળવું જોઇએ. તથા ATM કાર્ડથી રૂપિયાનો ઉપાડ દરમિયાન કોઇ પણ અજાણ્યા વ્યકિતની મદદ ના લેવી જોઇએ તથા ATM ગુપ્ત પીન નંબરના આંકડાઓ દબાવતી વખતે આજુબાજુમાં ઉભેલ વ્યક્તિઓને ગુપ્ત પીન નંબરની જાણ ન થાય તેવી રીતે બટન પ્રેસ કરવા અતિ આવશ્યક છે. કોઇ પણ ભોગે રૂપીયા ઉપડે કે ના ઉપડે પરંતુ પોતાનુ ATM કાર્ડકોઇ અજાણ્યા વ્યકિતને આપવુ જ નહી આપણી સતર્કતા આપણો બચાવ છે.
19 Bank ના ક્લોન કરેલા 30 ATM કાર્ડ, ક્લોનિંગ ડિવાઇસ અને લેપટોપ મળ્યા
એલ.સી.બી ખાતે લાવી તેઓના કબ્બામાંથી અલગ અલગ ATM કાર્ડ જેવા કે “ SBI BANK , HDFC BANK , BOB BANK , BOI BANK , KOTAK BANK , ANDHRA BANK , UNION BANK , YES BANK , IDBI BANK , PAYTM BANK , AXIS BANK , SVC CO - OPERATIVE BANK , ADARSH BANK , CITI BANK , CBI BANK , SUCO BANK , INDUSIND BANK , ANDHRA PRAGATHI GRAMEENA BANK ( SYNDICATE BANK ) કુલ 30 કાર્ડ, ક્લોનીંગ ડીવાઇસ , લેપટોપ , મોબાઇલો મળી આવેલ.
ભરૂચ પોલીસે ટોળકીના 5 સાગરીતોને પકડ્યા અને 2 વોન્ટેડ
રાજેશકુમાર હરીલાલ સરોજ (રહે સહિજનપુર,UP)
બબલુ છોટેલાલ સરોજ (રહે કીરહી,UP)
રંજીતકુમાર ધર્મરાજ સરોજ (રહે સહિજનપુર,UP)
રામકિશોર રામસુખ ગૌતમ (રહે સરાય દેવરાય,UP)
રણજીતકુમાર કમલેશકુમાર સરોજ (રહે પઠાનકા,UP)
વોન્ટેડ ( ગોલું અને પંકજ નામના 2 આરોપી)