• વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમની વેક્સીન માટે મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી
  • તેમજ લોકો મિલકતવેરો વધારે સરળતાથી ભરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘ભારત બીલ પે’ સાથે ઈન્ટીગ્રેશન કરવામાં આવ્યું
  • PayTM, Phone Pay, Google Pay, Amazon Pay જેવા વોલેટ દ્વારા પણ લોકો રાજકોટ મહાનગરપાલિકાનો મિલકત વેરો ભરી શકાશે

Watchgujarat. મહાનગરપાલિકા દ્વારા લોકોની સુવિધા માટે આજથી વધુ બે નવી સેવાઓ શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટથી વિદેશ જવા ઈચ્છુક વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે એક વેબ લિંક જાહેર કરવામાં આવી છે. હાલ આ લિંક દ્વારા ડેટા એકત્ર કર્યા બાદ સરકાર દ્વારા ગાઈડલાઇન જાહેર કરાતા જ વેકસીનેશન શરૂ કરવામાં આવશે. જ્યારે બીજી સેવામાં PayTM, Phone Pay,  Google Pay,  Amazon Pay જેવા વોલેટ દ્વારા પણ લોકો મિલકત વેરો ભરી શકશે. આજરોજ આ બંને સેવાઓની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે રક્ષણ મેળવવા માટે વધુને વધુ લોકો વેક્સીન મેળવી સુરક્ષિત થાય તે માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે જે વિદ્યાર્થીઓ ફોરેન ભણવા જવા ઇચ્છુક હોય તેમના માટે મહાનગરપાલિકાની વેબસાઈટ પર લીંક મુકવામાં આવી છે, જેના પર વિદ્યાર્થીએ જરૂરી માહિતી ભરવાની રહેશે, માહિતી ભર્યા બાદ સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સીન આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ પર માહિતી ભરવા માટેની લીંક

 http://www.rmc.gov.in/rmcwebsite/frm_inform_student_vaccine.aspx

ઉપરોક્ત લિંક પર ફોરેન અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીએ જરૂરી માહિતી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર તરફથી ગાઈડલાઈન જાહેર થતા આવા વિદ્યાર્થીઓને કોલ કે મેસેજ કરીને બોલાવી વેક્સીન આપવામાં આવશે. આવા છાત્રોને કોવિશિલ્ડ વેકસીન આપવામાં આવનાર હોવાનું હાલ જાણવા મળ્યું છે.

બીજીતરફ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તેમજ લોકો મિલકતવેરો વધારે સરળતાથી ભરી શકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘ભારત બીલ પે’ સાથે ઈન્ટીગ્રેશન કરવામાં આવેલ છે. ‘ભારત બીલ પે’ ભારત સરકારના નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા દ્વારા સંચાલિત ઓનલાઈન બિલ પેમેન્ટ સુવિધા છે કે, જેના અંતર્ગત લોકો પોતાનું બિલ સરળતાથી ઓનલાઈન ભરી શકે છે.

આ કરાર અંતર્ગત હાલ લોકપ્રિય PayTM, Phone Pay, Google Pay, Amazon Pay જેવા વોલેટ દ્વારા પણ લોકો રાજકોટ મહાનગરપાલિકાનો મિલકત વેરો ભરી શકાશે. આ માટે લોકોએ પોતાના મનપસંદ Payment Wallet માં જવાનું રહેશે તેમાં મ્યુ. ટેક્ષ ઓપ્શનમાં જઈ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરવાનું રહેશે ત્યાર બાદ પોતાનો નવો પ્રોપર્ટી નંબર દાખલ કરવાનો રહેશે. બાદમાં View ઓપ્શન દ્વારા વેરાની બાકી ભરવાની રકમ જાણી Pay Now પરથી પેમેન્ટ કરી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud