• પત્ની, પુત્રી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી
  • દીકરીએ ફરિયાદ નોંધાવતા હવસખોર પિતાની ધરપકડ કરવામાં આવી

#VADODARA- ઘોર કળીયુગ – 14 વર્ષની દિકરી પર સગો બાપ જ 9 મહિના સુધી દુષ્કર્મ આચરતો રહ્યો અને માતાને જાણ થઇ…

WatchGujarat  અત્યાર સુધી સગીર બાળાઓ ઉપર દુષ્કર્મ અને શારીરીક અડપલા કરવામાં આવ્યાં હોય તેવી અનેકો ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. ત્યારે પોતાની હવસને સંતોષવા સગી દિકરી પર વારંવાર પિતા જ દુષ્કર્મ આચરતો હોવાની ફરીયાદ સાવલી તાલુકાના ભાદરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી. જોકે પોલીસે બનાવની ગંભીરતાને જોતા હવસખોર પિતાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દીકરીઓ સુરક્ષિત ન હોય તેવા અનેક કિસ્સા સામે આવ્યા છે. પરંતુ દીકરી પોતાના જ ઘરમાં અસુરક્ષિત હોય તેવો એક કિસ્સો આજે સામે આવ્યો છે. સાવલી તાલુકાના નમીસરા ગામમાં માતા-પિતા અને ભાઇ સાથે રહેતી 14 વર્ષીય બાળકી છેલ્લા 9 મહિનાથી તેના પિતાની હવસનો શિકાર બની રહીં હતી. બાળકીનો પિતા ફારૂકશા સલીમશા દિવાન(ઉ.38) છકડો રીક્ષા ચલાવે છે. રીક્ષા ચલાવતા પિતાની દાનત પોતાની સગીરવયની દીકરી ઉપર જ ખરાબ થઇ હતી. ફારૂકશા 14 વર્ષની સગી દીકરીને ધમકીઓ આપી છેલ્લા 9 મહિનાથી પોતાની હવસનો શિકાર બનાવતો હતો. Vadodara

દરમિયાન સગીરા સમયસર માસિક ધર્મમાં ન આવતા મુંઝવણમાં રહેતી હતી. મૂંઝાયેલી સગીરા ઘરમાં ચૂપ રહેવા લાગી હતી. જાણે તેનું હસવા કૂદવાનું તો કોઈને જોવા મળતું જ ન હતું. ચુપચાપ અને સતત મુંઝવણમાં રહેતી બાળકીની પીડા માતાની નજરે ચઢે હતી. જેથી માતાએ બાળકીને તેના ચુપ રહેવાનુ કારણ પુછતાછ પોતાની આપ વીતી જણાવી હતી. બાળકીએ માતાને જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી તેના પિતા તેની સાથે દુષ્કર્મ આચરતા હતા. દીકરીની વાત સાંભળી માતા પણ ધ્રુજી ઉઠી હતી. માતાએ તાત્કાલિક તેના પતિને ઠપકો આપ્યો હતો. ત્યારે પોતાનો બચાવ કરતા હવસખોર પતિએ ઘરમાં ધમપછાડા કર્યા હતા. અને આ બાબતની કોઇનો જાણ કરીશ તો તને, તારી દીકરીને અને પુત્રને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

આખરે છેલ્લા 9 માસથી પિતાની હવસનો શિકાર બનતી સગીર દીકરીએ નરાધમ પિતા સામે ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલો પોલીસ ચોપડે આવતાં પોલીસ બેડાંમાં દોડધામ મચી હતી. ભાદરવા પોલીસે હવસખોર પિતા ફારૂકશા દિવાન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તે ફરાર થઇ જાય તે પહેલા જ તેને દબોચી લીધો હતો.

More #Daughter #Raped #Vadodara News

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud