• મોટું રોકાણ કરવા ભાગીદાર જોઈએ છે તેવી વાતોમાં ભોળવી દઈને છેતરપિંડી કરી
  • રોકાણ કરનારને ભાગીદાર બનાવાશે તેવી લાલચ આપી છેતરપિંડી કરવામાં આવી
  • ચેક અને રોકડથી રૂ,26.41 લાખ મેળવી લીધા હતા

Watchgujarat ભારતથી મોટા જથ્થમાં દુબઇમાં બાસમતી ચોખાનો નિકાસ કરવાના ધંધામાં ભાગીદાર બનાવી રૂપિયા 26.41 લાખની છેતરપિંડી કરનાર ભેજાબાજની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભેજાબાજ પોતે ઇન્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનું જણાવી લોકો સાથે છેતરપિંડી કરતો હતો.

શહેરના કારેલીબાગ વી.આઇ.પી. રોડ ઉપર આવેલી અશોકવાટીકા સોસાયટીમાં સાગરભાઇ પ્રવિણભાઇ બ્રહ્ણભટ્ટ રહે છે. તેઓને પોતાની ઓફિસમાં તેમના મિત્ર શિવમ પરીખ દ્વારા તા.30-11-017ના રોજ આશુતોષ શૈલેષભાઇ પરીખ (રહે. 701, ઘનશ્યામ પાર્ક, સોસાયટી, હરણી રોડ, વડોદરા)ની ઓળખાણ થઇ હતી. ત્યારબાદ આશુતોષ પરીખે સાગરભાઇને પોતે ઇન્પોર્ટ-એક્સપોર્ટનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં ભારતમાંથી મોટા પ્રમાણમાં બાસમતી ચોખા દુબઇ નિકાસ કરવાનો છું. તે માટે મોટું રોકાણ કરનાર ભાગીદાર જોઇએ છે.તેમ જણાવ્યું હતું. અને જો તમે મોટું રોકાણ કરશો તો દુબઇ ખાતેના ચોખાના ધંધામાં ભાગીદાર બનાવીશ. અને નફા સહિત પરત રકમ આપવાનો ભાગીદાર લેખ બનાવી આપવાની વાત કરી હતી.

આશુતોષ પરીખની લોભામણી આવી ગયેલા સાગરભાઇ બ્રહ્ણભટ્ટે ચેકથી તેમજ રોકડ મળી કુલ 26.41 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. રોકાણ કર્યા બાદ આશુતોષે પોત પ્રકાશ્યું હતું. અને સાગરભાઈને મળવાનું બંધ કરી દઇ ભાગીદાર લેખ બનાવવા માટે ગલ્લાતલ્લા કરતો હતો. દરમિયાન સાગરભાઇને જાણવા મળ્યું કે, આશુતોષ ઇન્પોર્ટ-એક્સપોર્ટનો કોઇ ધંધો કરતો નથી. તેમજ દુબઇ ખાતે તેમને કોઈ સંપર્ક પણ નથી. જેથી તેણે પોતે રોકેલ રકમ પરત માંગવાનું શરૂ કર્યું હતું.

પરંતુ, આશુતોષ આપતો ન હતો. અને સાગરભાઇને કેસ કરીને જેલમાં મોકલી દેવાની ધમકી આપતો હતો. દરમિયાન સાગરભાઇ બ્રહ્ણભટ્ટે આ અંગેની ફરિયાદ વારસીયા પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ભેજાબાજ આશુતોષ પરીખ સામે રૂપિયા 26.41 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાતની ફરિયાદનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે આશુતોષ શૈલેષભાઇ પરીખ (રહે,હરણી વારસિયા રિંગ રીડ)ની ધરપકડ કરી કોરોના રિપોર્ટની તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud