• યુરોપિય દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી માસમાં વઢવાણા તળાવને પોતાનું ઘર બનાવે છે
  • ગત વર્ષે 179 પ્રજાતિના પક્ષીઓની અંદાજે 76,000 પક્ષીઓની ગણના થઈ હતી
  • વઢવાણા તળાવને 13ઝોનમાં વિભાજિત કરી 130 જેટલા વોલન્ટીયર દ્વારા ગણના કરવામાં આવી
  • પક્ષીઓની ગણનાથી કુદરતને સમજવામાં મદદ મળે છે: નાયબ વન સંરક્ષક બી. આર. વાઘેલા

WatchGujarat ગુજરાતમાં વિદેશી યાયાવર પક્ષીઓના આગમન માટે જાણીતા બનેલા વઢવાણા તળાવ ખાતે ૨૯મી પક્ષી ગણના સંપન્ન થઈ હતી. સવાર-સાંજ બે સત્રમાં કરવામાં આવેલી પક્ષી ગણનામાં વન વિભાગના કર્મચારી અધિકારી, નિવૃત્ત અધિકારી, સહિત સ્વૈચ્છિક સંસ્થાના 130 જેટલા સ્વયં સેવકો જોડાયા હતા. આ પક્ષી ગણનાના આંકડા વન્ય પ્રાણી વિભાગ, વડોદરા દ્વારા આવતીકાલે જાહેર કરવામાં આવશે.

યુરોપિય સહિતના દેશના યાયાવર પક્ષીઓ જાન્યુઆરી-ફ્રેબ્રુઆરી માસમાં વઢવાણા તળાવને પોતાનું ઘર બનાવે છે તે વઢવાણા તળાવ વડોદરાના ડભોઈ તાલુકામાં અને વડોદરાથી 40 કિ.મી. દૂર આવેલ છે. વઢવાણા તળાવનો સમગ્રલક્ષી ચિતાર આપતા નાયબ વન સંરક્ષક બી. આર. વાઘેલા કહે છે કે, વર્ષ 1908માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે પીવાના પાણી અને સિંચાઈની વ્યવસ્થા માટે વઢવાણા તળાવનું નિર્માણ કરાવ્યું હતુ. આ તળાવનો બંધ-પાળો 13 કિમી લાંબો છે અને 950 એકર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. તાજેતરમાં વઢવાણા તળાવમાં કાયમી માટે પાણી ભરાયેલ રહે તે માટે નર્મદા કેનાલ સાથે લિંકઅપ કરવામાં આવ્યું છે.

યાયાવર પક્ષીઓના આવાગમનમાં વાતાવરણની મહત્વની ભૂમિકા રહેલી છે. આપણો શિયાળો યુરોપિય દેશની સરખામણીમાં ઘણો હુંફાળો હોય છે. એટલે ખાસ યુરોપિય દેશો, કજાકિસ્તાનથી યાયાવર પક્ષીઓ અહિંયા શિયાળો ગાળવા આવે છે અને આપણે અહિંયા માઈનસ ડિગ્રીમાં તાપમાન જતું નથી. આમ, અહીંનુ વાતાવરણ યાયાવર પક્ષીઓને ખૂબ અનુકૂળ આવે છે. યાયાવર પક્ષીઓના આગમનનો સમય સુનિશ્ચિત હોય છે. તે ક્યારેય સમય ચૂકતા નથી. પણ ક્યારેક વાતાવરણમાં પલટો, ધ્વનિ પ્રદૂષણ, યુદ્ધની સ્થિતિ વગેરે જેવા સંજોગોમાં તેમના આગમનમાં અનિશ્ચિતતા જોવા મળે છે. તેમજ માનવ વસતી ગણતરીનો એકત્રિત માહિતી જે રીતે લોકોના સામાજિક-આર્થિક વિકાસમાં ઉપયોગી થાય છે તેવી જ રીતે પક્ષી ગણના પક્ષીઓના સંરક્ષણ અને કુદરતને સમજવામાં મદદરૂપ બને છે.

જાંબુઘોડાના આર.એફ.ઓ. અને વડોદરાના ઈન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક એચ.ડી. રાઉલજી કહે છે કે, પક્ષીઓની વસ્તી ગણતરી માટે 950 એકરમાં ફેલાયેલા વઢવાણા તળાવને 13 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. શક્ય તેટલા ચોક્કસ પક્ષીઓની ગણનાના આંકડા મેળવવા માટે તળાવમાં આ 13 ઝોનની સીમાનિર્ધારણ માટે ઝંડી લગાવવામાં આવી છે.

આ 29મી પક્ષી ગણનામાં વન વિભાગના કર્મચારી-અધિકારી, નિવૃત્ત અધિકારી ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓના 130 સ્વયં સેવકો, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો-સ્વયં સેવકોના સહયોગથી કરવામાં આવી હતી. 14 ટુકડીઓમાં વિભાજિત અધિકારીઓ-સ્વયં સેવકોને 14 ટુકડીઓ બનાવવામાં આવી હતી. તેઓ બાઈનોક્લુયર (દૂરબીન) જેવા સાધનો અને પોતાની આગવી સૂઝબૂઝ અને નિરિક્ષણના આધારે અંદાજે રીતે પક્ષીઓની ગણના કરવામાં આવે છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud