કલેક્ટર કચેરીમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
મહેકમ દફતર વિભાગમાં આગ ફાટી નીકળતાં ચૂંટણીની કામગીરી પર અસર પડી
આગ કાબૂમાં આવે એ પહેલાં મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઈ ગયું
WatchGujarat કલેક્ટર કચેરીમાં આવેલા મહેકમ દફતર વિભાગમાં આજે સવારે અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી. સવારે લાગેલી આગમાં છેલ્લાં 5 વર્ષના મતદાન ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. આગના બનાવને પગલે વડોદરા ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મતદાન ડેટા બળી જતાં અનેક શંકાઓ ઊભી થઈ છે.
શહેરના રાવપુરા સ્થિત આવેલી કલેક્ટર કચેરીના મહેકમ દફતર વિભાગમાં એકાએક આગ લાગતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. આગના પગલે કર્મચારીઓ કચેરીની બહાર દોડી આવ્યા હતા અને આગની જાણ વડોદરા ફાયરબ્રિગેડની ટીમને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડને કોલ મળતાની સાથે જ કલેક્ટર કચેરી ખાતે દાંડિયાબજાર ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર સહિતના જવાનો સ્થળ પર આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત વીજ કંપનીની ટીમે પણ પહોંચીને વીજપુરવઠો બંધ કર્યો હતો. જોકે ગણતરીના સમયમાં જ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
પરંતુ આગ કાબૂમાં આવે તે પહેલાં જ મહેકમ દફ્તર વિભાગમાં રાખવામાં આવેલ છેલ્લા 5 વર્ષના મતદાનના ડેટા સહિત ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું. સવારે આગ ફાટી નીકળતાં કલેક્ટર કચેરીના તમામ વિભાગના કર્મચારીઓ કચેરીની બહાર દોડી આવ્યા હતા. જોકે આગના બનાવમાં કોઇ જાનહાનિ થઇ ન હતી. પરંતુ કલેક્ટર કચેરીની કામગીરી ખોરંભે પડી હતી. હજુ સુધી આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પણ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન જાણવા મળ્યું છે.
બીજી તરફ આગના બનાવને પગલે કલેક્ટર કચેરીનો તમામ વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. નોંધનીય છે કે સોમવારથી પાલિકાની ચૂંટણી માટેના ફોર્મ ભરવાની શરૂઆત થઇ ગઇ છે, ત્યારે કલેક્ટર કચેરીમાં આગ ફાટી નીકળતાં ચૂંટણીની કામગીરી પર પણ અસર પડી હતી. જોકે સવારે લાગેલી આગ કાબૂમાં આવી ગયા બાદ વીજ કંપની અને ઇલેક્ટ્રિશિયન ડિપાર્ટમેન્ટ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી ફરીથી વીજપુરવઠો શરૂ કરવાની હાથ ધરવામાં આવી હતી.