પોલીસ પેટ્રોલીંગમાં હતી અને અવાજ આવતા તમામને ચેક કરતા ભાંડો ફુટ્યો
દારૂની મહેફીલ માણ્યા બાદ મકરપુરા GIDCની ઇલેક્ટ્રો સિસ્ટમ કંપનીના શેડમાં લવારી કરી રહ્યાં હતા
નશામાં ચુર 9 યુવકોની માંજલપુર પોલીસે ધરપકડ કરી
WatchGujarat દારૂની મહેફીલ માણતા નબીરાઓ પોલીસના હાથે ઝડપાયા હોય તેવા અનેકો કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયા છે. પરંતુ દારૂની મહેફીલ માણ્યા બાદ નશામાં ચુર નબીરાઓ લવારી કરતા પોલીસના હાથે ઝડપાયા હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં માંજલપુર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મકરપુરા જી.આઇ.ડી.સીમાં આવેલી એક કંપનીના શેડમાંથી નશામાં ચુર 9 નબીરાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગત રોજ રાત્રીના સમયે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ સમયે મકરપુરા જી.આઇ.ડી.સીમાં આવેલી ઇલેક્ટ્રો સિસ્ટમ કંપનીના શેડમાં કેટલાક શખ્સો લવારી કરતા પોલીસના ધ્યાને ચઢ્યા હતા. જેથી પેટ્રોલિંગમાં રહેલી પોલીસે કંપનીના શેડમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં એક બાદ એક 9 યુવકો નશામાં ચુર મળી આવ્યાં હતા. પોલીસે તમામની તથા સ્થળની તપાસ કરતા કંઇ મળી આવ્યું ન હતુ. પરંતુ કંપનીના શેડમાં લવારી કરી રહેલા તમામ નબીરાઓ દારૂ પીધેલા હોવાનુ પોલીસને જાણવા મળ્યું હતુ.
જેથી માંજલપુર પોલીસે તમામની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા 9 યુવકો દારૂ પીધેલા હાલતમાં મળી આવતા તેમની સામે પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમામને મેડિકલ ટેસ્ટ માટે સયાજી હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યાં હતા.
દારૂ પી લવારી કરતા પોલીસના હાથે ઝડપાયેલા નબીરાઓ
રવિ દેલિપભાઇ વાઘેલા
ચિરાગ જ્યંતિભાઇ સોલંકી
જિગ્નેશ સુરેન્દ્રભાઇ પટેલ
સુરેશ દિલિપભાઇ વાઘેલા
કૃણાલ ગોવિંદભાઇ શાહ
સાગર દક્ષેશભાઇ શાહ
વિનોદ મોહનભાઇ માયાવંશી
વિપુલ કિરિટકુમાર શાહ
સચિન યોગેશભાઇ સોલંકી