કારવણ ગામના માછી ફળીયામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી LCB પોલીસે મકાનમાલિક સહિત 7 જુગરિયાઓને ઝડપી પાડ્યા
પોલીસે સ્થળ પરથી 2.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
WatchGujarat વડોદરા જીલ્લાના કારવણ ગામના માછી ફળિયામાં રહેતો કાંતિભાઈ વસાવા પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવતો હોવાની ચોક્કસ માહિતીને આધારે વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો. LCBના દરોડામાં મકાનમાલિક સહિત કુલ સાત ઈસમો જુગાર રમતાં ઝડપાયા હતા.
વડોદરા ગ્રામ્ય LCB પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે, કારવણ ગામના માછી ફળિયામાં રહેતો કાંતિભાઈ વસાવા આર્થિક ફાયદા માટે પોતાના રહેણાંક મકાનમાં રાત્રીના જુગાર રમવા માટે બહારથી માણસો બોલાવી તેઓને જુગારના સાધનો તથા સગવડો પુરી પાડી વલણ મેળવી જુગારનો અડ્ડો ચલાવે છે. LCB પોલીસે મળેલ ચોક્કસ માહિતીને આધારે રેડ કરતાં કાંતિભાઈ વસાવા (રહે માછી ફળિયુ કારવણ ગામ), રમેશ ઉર્ફે બકો રાઠોડિયા (રહે.ડભોઈ), વસંતભાઈ પટેલ (રહે, માંજલપુર), શૈલેષ પટેલ (રહે.ડભોઇ), સુભાષ પટેલ (રહે, કારવણ), દિનેશ વસાવા (રહે,કારવણ માછી ફળિયું) અને પ્રહલાદ ફૂલજીભાઈ (રહે, શિનોર)ને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી અંગ ઝડતીમાંથી રોકડા રૂ.21,140 તથા દાવ પરના 8,420 મળી કુલ રોકડ રૂ, 29,560 તથા મોબાઈલ નંગ 6 કિંમત રૂપિયા 41,000 ,વાહન નંગ 3 કિંમત રૂપિયા 1,60,000 મળી કુલ રૂપિયા 2,30,560ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઇ પોલીસ મથકે જુગારધારાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.