ફતેગંજ પોલીસે ઇકરાર ખાન નામની શખ્સની 151 હેઠળ અટકાયત કરી હતી.
શૌચક્રિયાના બહાને બહાર નિકળી પોલીસની નદર ચૂંકવી ઇકરાર ફરાર થઇ ગયો
ઇકરારને પકડવા એક કરતા વધુ પોલીસ કર્મીઓએ દોડ લગાવી પરંતુ પકડવામાં સફળતા ન મળી
WatchGujarat પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મીઓની ફિટનેસની ખાસ પ્રક્રારે ડીપાર્મેન્ટ તરફથી કાળજી લેવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ કામના ભારણને લઇ કેટલીક વખત પોલીસ કર્મીઓ ડીપ્રેશનમાં આવી હતાશ થઇ જાય છે. ત્યારે કેટલાક પોતાના સ્વાસ્થની પણ પુરી કાળજી લઇ શકતા નથી. તેવામાં પોલીસ કર્મીઓની ફિટનેસ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પરંતુ પોલીસ કર્મીઓની ફિટનેસ આરોપીઓ કરતા નબળી છે તેવુ દરશાવતો કિસ્સો ફતેગંજ પોલીસ સ્ટેશનમાં બનવા પામ્યો છે.
તાજેતરમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાગત તા. 23 ફેબ્રુઆરીના રોજ પરિણામો જાહેર થયા હતા. પોલિટેકનિક કેમ્પસ ખાતે ચાલી રહેલી મતગણતરીની પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મતગણતરી કેન્દ્ર પોલિટેકનિક કેમ્પસ ફતેગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવતુ હોવાથી તમામ સ્ટાફ બંદોબસ્તમાં વહેલી સવારથીજ ખડેપગ હતો. તેવામાં નવાયાર્ડ આશાપુરીમાં રહેતા ઇકરારખાન એઝાદખાન પઠાણ સામે થયેલી અરજીના આધારે પોલીસે તેની અટકાયત કરી હતી.
સી.આર.પી.સી 151 હેઠળ અટકત કરાયેલા ઇકરારને બીજા દિવસે જવાબ લખાવવા માટે લોકઅપમાંતી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારે શૌચક્રિયાના બહાને તે પોલીસ કર્મીને બહાર લઇ ગયો હતો. શૌચક્રિયા બાદ પોલીસ પી.એસ.ઓ પાસે લઇ જતા પોલીસ કર્મીની નદર ચૂંકવી ઇકરાર ભાગ્યો હતો. જેને પકડવા માટે પોલીસ કર્મીઓ પણ તેની પાછળ રસ્તા પર દોડ્યાં હતા. પરંતુ પોલીસ કર્મીઓ કરતા ઇકરારની દોડ પાક્કી હોવાથી તે ભાગી છુટવામાં સફળ રહ્યો હતો.
ઇકરારની લાંબી શોધખોળ બાદમાં તેનો કોઇ પત્તો ન મળતા આખરે ફતેગંજ પોલીસે તેની સામે ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે. ઇકરાર મુળ ઉત્તરપ્રદેશનો રહેવાસી હોવાથી પોલીસે તેના મુળ નિવાસ સ્થાને પણ તપાસ હાથ ધરી હોવાનુ જાણવા મળી રહ્યું છે.