• ચીલઝડપના ગુનામાં પાણીગેટ પોલીસે એક આરોપીને ધરપકડ કરી હતી.
  • લધુશંકાએ જવાના બહાને આરોપી બાથરૂમમાં પહોંચ્યો અને બારી તોડી ફરાર થયો

WatchGujarat. શહેરમાં ગુનાખોરીને ડામવા પોલીસ તત્પર છે. ત્યારે ગુનેગારો પોલીસને કંઇ રીતે ચકમો આપી કસ્ટડીમાંથી ફરાર થઇ જાય છે. તેનુ ઉત્તમ ઉદાહરણ આપવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં પાણીગેટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રહેલો ગુનેગારો પોલીસ ચકમો આપી બાથરૂમની સિમેન્ટની જાળી તોડી બિંદાસ્ત ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસ સ્ટેશન બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કસ્ટડીમાંથી ફરાર થઇ રહેલો ગુનેગારો કેદ થયો હતો.

આ બનાવની વિગત એવી છે કે, પાણીગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચીલ ઝડપનો ગુનો નોંધાયો હતો. જેમાં દુર્ગેશ પ્રસાદ નામના એક ગુનેગારોની સંડોવણી બહાર આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. પાણીગેટ પોલીસે દુર્ગેશને કસ્ટડીમાં લીધો હતો. જોકે પોલીસ કસ્ટડીમાંથી ફરાર થવા અન્ય રીઢા આરોપીઓની જેમ દુર્ગેશે પણ લઘુશંકાએ જવાની તરકીબ અપનાવી જેમાં તે ભાગવામાં સફળ રહ્યો હતો.

લઘુશંકાના બહાને આરોપી આ બારીમાંથી બહાર નિકળી ભાગી છુટ્યો
લઘુશંકાના બહાને આરોપી આ બારીમાંથી બહાર નિકળી ભાગી છુટ્યો

પાણીગેટ પોલીસની કસ્ટડીમાં રહેલો દુર્ગેશએ મોડી સાંજે પોલીસ કર્મીઓને લઘુશંકાએ જવાનુ જણાવ્યું હતુ. જેથી પોલીસ કર્મીઓ પોલીસ સ્ટેશનમાં રહેલા બાથરૂમમમાં તેને લઇ ગયા હતા. જ્યાં બાથરૂમની સિમેન્ડની જાળી ગમે તે રીતે તોડી દુર્ગેશ પોલીસ કસ્ટડીમાંથી ફરાર થઇ ગયો હતો. સમય વિતતા પોલીસ કર્મીઓને શંકા જતા બાથરૂમનો દરવાજો ખખડાવી દુર્દેશના નામની બુમો પાડી હતી. પરંતુ કોઇ જવાબ ન મળતા તે ફરાર થઇ ગયો હોવાની જાણ થતાં આ મામલે પોલીસ અધિકારીને જાણ કરવામાં આવી હતી.

પોલીસ કસ્ટડીમાંથી આ રીતે ફરાર થઇ જાય તે પોલીસ સ્ટેશનના અધિકારીને ક્યારે પચે તેમ નથી હોતુ, જેથી કસ્ટડીમાંથી ફરાર થયેલા ગુનેગારને ઝડપી પાડવા પાણીગેટ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ દોડતો થયો હતો. જોકે પોલીસ સ્ટેશન બહાર લાગેલી સીસીટીવી કેમેરામાં દુર્ગેશ કસ્ટડીમાંથી ફરાર થતો હોવાની ઘટના કેદ થઇ હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud