• વડોદરા શહેર પાસેના નેશનલ હાઇવે નં 8 પાસે એક એસિડ ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો
  • સદ્નસીબે તે માર્ગ પર કોઈ અન્ય વાહન કે લોકોની અવરજ્વર ન હોવાના કારણે કોઈ જાનહાની થઇ ન હોતી.
  • ઈ.આર.સી ફાયર સ્ટેશનથી બે ઇમેર્જન્સી વાહનો સાથે કર્મચારીઓ ઘટના સ્થળે તુરંત પહોંચી ગયા હતા

WatchGujarat. ટ્રક ડ્રાઈવર તેમના બેદરકારી ભર્યા ડ્રાઇવિંગ કરવાના કારણે ઘણા લોકના જીવ જોખમમાં નાખતા હોય છે. અને અનેક વાર તેમના લીધે ઘણા લોકો તેમનો જીવ ખોવી બેસતા હોય છે. આજરોજ વડોદરા શહેર પાસેના નેશનલ હાઇવે નં 8 પાસે એક એસિડ ભરેલો ટ્રક પલ્ટી મારી ગયો હતો. જેની જાણ વડોદરા ફાયર વિભાગને થતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને આ મામલે ટ્રક માંથી લીકેજ થતા એસિડને બાજુમાં હટાવ્યા બાદ અન્ય કામગીરી હાથ ધરી હતી.

સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, વડોદરા શહેર નજીક નંદેસરી પી.એ.બી કંપની આવેલી છે. જ્યાથી આજે બપોરના એક વાગ્યાના અરસામાં ટ્રક ડ્રાઈવર મોહનલાલ (ઉ.48 વર્ષ) એસિડ ભરીને નીકળ્યો હતો. રસ્તામાં આવતા દુમાડ ચોકડી પાસે એક્સપ્રેસ હાઇવે નં એક નજીક આવેલા આઈ.આર.બી કંટ્રોલ રૂમની પાછળ મોહનલાલ ટ્રક પરથી તેનું નિયંત્રણ ખોવી બેઠો હતો. અને તેનો ટ્રક પલ્ટી મારી ગયો હતો. પરંતુ સદ્નસીબે તે સમયે માર્ગ પર કોઈ અન્ય વાહન કે લોકોની અવરજ્વર ન હોવાના કારણે કોઈ જાનહાની થઇ ન હોતી. મોટી દુર્ઘટના થવાથી ટળી હતી.

પરંતુ પલ્ટી ખાઈ ગયેલા ટ્રકનું એસિડ  સતત લીક થઇ રહ્યું હતું. તેની જાણ વડોદરા ફાયર વિભાગને થતા ઈ.આર.સી ફાયર સ્ટેશનથી બે ઇમેર્જન્સી વાહનો સાથે કર્મચારીઓ ઘટના સ્થળે તુરંત પહોંચી ગયા હતા અને લીક થઇ રહેલા એસિડને પાણી સાથે ભેળવી બાજુમાં કરી દીધું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud