• સાળા સહિતની ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરું રચી સિન્ડિકેટ બેંકમાંથી બિલ્ડરના નામે રૂ, 5 કરોડની લોન મેળવી
  • બિલ્ડરની બે ચાલુ સાઇટના બોગસ દસ્તાવેજ બનાવી સાળાએ ઉચાપત કરી
  • બિલ્ડરે ફરિયાદ કરતા સાળા સહિત 6 લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

WatchGujarat ગોત્રી વિસ્તારમાં રહેતા બિલ્ડરની બે ચાલુ સાઇટના બોગસ દસ્તાવેજ બનાવી સાળા સહિતની ટોળકીએ પૂર્વ આયોજિત કાવતરું રચી સિન્ડિકેટ બેંકમાંથી બિલ્ડરના નામે રૂ, 5 કરોડની લોન મેળવી ઉચાપત કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે સાળા સહિત 6 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી વિસ્તારમાં આવેલ વીમા દવાખાના પાસે રહેતા સમીર સુરેન્દ્રભાઇ જોષી કન્સ્ટ્રક્શનનું કામ કરે છે. સમીર ભાઈએ વર્ષ 2010-11માં સુનીતાબેન મનોજકુમાર ચંદીરામાંની પાસેથી ગોત્રીમાં રામેશ્વર વિદ્યાલયની સામે આવેલું મકાન અને અરુણોદય સોસાયટી અલકાપુરી પાસે આવેલું જોષી જ્યોતિ પ્રસાદ મૂળશંકરનું મકાન વેચાણ દસ્તાવેજ કરી ખરીદ્યુ હતું. ત્યારબાદ તેમણે જ્યોતી કન્સ્ટ્રક્શનના પ્રોપ્રાઇટર તરીકે રહેણાંક ફ્લેટ બનાવવાનું નક્કી કર્યું હતું. જેથી તેઓએ ભાગીદારી પેઢી બનાવી ડેવલપ કરવાનું નક્કી કરી પાંચ ભાગીદાર સાથે મળી આર આર કે પ્રોપર્ટીઝ નામની ભાગીદારી પેઢી કરી હતી.

આર આર કે પ્રોપર્ટીઝમાં ભાગીદાર તરીકે તેમનો સાળો સુકુમાર પ્રફુલચંદ્ર જોષી, સાસુ રંજનબેન જોષી, કાકાની દીકરી પ્રીતિબેન જાની, લીલીબેન વ્યાસ અને તેઓ પોતે મળી કુલ 5 ભાગીદાર હતા. અને તેમણે ભાગીદારી પેઢી ફક્ત બાંધકામ કાર્ય પૂર્ણ કરવા માટે બનાવી હતી. ત્યારબાદ તેઓએ રામેશ્વર વિદ્યાલયની અને અરુણોદય સોસાયટીમાં આવેલા પ્લોટમાં ફ્લેટનું બાંધકામ કરવા માટે બેંક ઓફ બરોડા માંથી રૂ, 4.43 કરોડની પ્રોજેક્ટ લોન લઇ પ્રોજેક્ટનું બાંધકામ ચાલુ કર્યું હતું. જોકે બેંક ઓફ બરોડામાંથી લીધેલી લોનની જવાબદારી તેમના સાળા સુકુમાર જોષીએ લીધી હતી. અને તમામ ભાગીદારોએ લોનની રકમ બધા ફ્લેટોનું બાંધકામ કરી ચુકવણી કરવામાં આવેશે તેવી બાંહેધરી લખી આપી હતી.

નવેમ્બર 2014માં ભાગીદારી પેઢીમાંથી પ્રીતિબેન જાની અને લીલાબેન વ્યાસ છુટા થયા હતા. તેમજ 2014થી તેમના સાળા સુકુમાર જોષી લોનના હપ્તા ભરતા ન હતા. જેથી બેન્ક ઓફ બરોડાએ લોન એકાઉન્ટને એનપીએ કર્યું હતું.તે દરમિયાન અલકાપુરી અને ગોત્રી વિસ્તારના ફ્લેટનું બાંધકામ પણ પૂર્ણ થયું હતું.

દરમિયાન તેમને જાણવા મળ્યું હતું કે, વર્ષ 2010માં તેમના નામનું સાળા સુકુમાર જોષીએ બોગસ પાવર ઓફ એટર્ની બનવી તેને સાચા તરીકે ઉપયોગ કરી તેમની અલકાપુરી અને ગોત્રી વાળી સાઈટ ઉપર ડીડીએચ ડેવલોપર્સની ભાગીદારી પેઢી મારફતે ફ્લેટ બનાવવા માટે સિન્ડિકેટ બેંકમાંથી રૂ. 5 કરોડની લોનની માંગણી કરી હતી. જોકે તેમને બંને સાઈટ ઉપર પહેલાથી જ ફ્લેટ તેમના દ્વારા ફ્લેટ બનાવવામાં આવ્યા હતા. તેમ છતાં તેની ઉપર ફ્લેટ બનવવા માટે સુકુમાર જોષીએ ખોટોએ દસ્તાવેજ કરીસિન્ડિકેટ બેંકમાં લોન માંગી હતી. ડીડીએચ ડેવલોપર્સની ભાગીદારી પેઢીમાં તેમનો સાળો સુકુમાર જોષી, ધ્રુમિલ જોષી, નટવરલાલ પરમાર, વંદનાબેન જોષી પાર્ટનર હતા.

ત્યારબાદ સુકુમાર જોષીએ 2015માં સિન્ડિકેટ બેંકમાં સુધારા લેખ કરી તેમના બાંધકામ થેયલા ફ્લેટના 12 ફ્લેટને મોર્ગેજ કરી બોગસ પ્રોજેક્ટ રિપોર્ટ બેંકમાં રજૂ કર્યો હતો. ત્યારે બેન્કના અધિકારીઓએ મિલ્કતની સ્થળની ચકાસણી કર્યા વગર સુકુમાર જોષી, પતિ વંદનાબેન જોષી, દીકરો ધ્રુમિલ જોશી, નટવરલાલ પરમારની રૂ, 5 કરોડની લોન મંજુર કરી હતી. જેમાંથી રૂ,3.95 કરોડ ડી ડીએચ ડેવલોપર ભાગીદાર પેઢીને કરી હતી. આમ બંને બેન્કમાંથી લોન મેળવી લીધા બાદ સુકુમાર જોષીએ ભરપાઈ નહિ કરતા બેંક ઓફ બરોડાએ તેમની મિલ્કત સીલ કરી હતી અને ડી ડીએચ ડેવલોપરને ડિફોલ્ડર જાહેર કરી હતી.

જેથી બનાવ અંગે સમીર જોષીએ પૂર્વ આયોજિત કાવતરું રચનારા સાળા સહિતની ટોળકી વિરુદ્ધ સયાજીગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સુકુમાર જોષી. બીના જોષી, ધ્રુમિલ જોષી, નટવરલાલ ડી પરમાર અને વંદનાબેન જોષી અને અન્ય સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud