• ઉત્તર અને દક્ષિણ ગુજરાત સાથે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો વડોદરા આરોગ્ય સુવિધા માટે આવતા હોય, વડોદરામાં એઇમ્સની સ્થપનાને તાત્કાલિક મંજૂરી આપો
  • વડોદરા શહેર ગુજરાત અને પાડોશી 2 રાજ્યોના લોકોના આરોગ્ય માટે આવાગમનને લઈ AIIMS ની સ્થાપના માટે આદર્શ હોવાનો ભાજપના આદિવાસી વરિષ્ઠ સાંસદે સંસદના ચોમાસુ સત્રમાં રજૂ કર્યો પક્ષ
  • અગાઉ રાજ્યમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની સ્થાપના માટે રાજકોટ અને વડોદરા વચ્ચે ચાલેલી હરીફાઈમાં AIIMS રાજકોટના ફાળે ગયું હતું

WatchGujarat. વડોદરામાં એઇમ્સની સ્થાપના કરવા મંજૂરી આપવા BJP ના ભરૂચના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાની લોકસભામાં રજૂઆત બાદ ફરી રાજકારણ ગરમાયું છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાત સાથે પાડોશી રાજ્યો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકો આરોગ્ય સુવિધા માટે વડોદરા આવતા હોય AIIMS ની વડોદરા શહેરમાં સ્થાપના આદર્શ રહેવાનો સાંસદે ચોમાસુ સત્રમાં સંસદમાં મત વ્યક્ત કર્યો છે.

દેશમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત વિભિન્ન વિસ્તારોમાં સ્વાસ્થ્યની સુવિધા વધારવાના હેતુથી અખિલ ભારતીય આયુર્વેદ વિજ્ઞાન સંસ્થાન અંતર્ગત એઇમ્સ AIIMS ની સ્થાપના કરવામાં આવી રહી છે. ગુજરાતમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ AIIMS ની સ્થાપના માટે રાજકોટ અને વડોદરા મેગાસીટી વચ્ચે હરીફાઈ જામી હતી. જોકે અનેક સર્વે, તપાસ અને રિપોર્ટ બાદ AIIMS રાજકોટના ફાળે ગયું હતું.

રાજકોટમાં એઇમ્સની સ્થાપનાને લઈ ગતિવિધિઓ પણ તેજ બનાવી દેવાઈ છે ત્યારે હાલ સંસદના લોકસભાના ચોમાસુ સત્રમાં છેલ્લા 6 ટર્મથી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા ભરૂચ-નર્મદા લોકસભા મત વિસ્તારના BJP ના આદિવાસી સાંસદ મનસુખ વસાવાએ વડોદરા શહેર એઇમ્સની સ્થાપના માટે આદર્શ હોવાની રજુઆત કરી છે. ભરૂચના MP મનસુખ વસાવા એ 6 ઓગસ્ટે વડોદરા શહેરમાં એઇમ્સને લઈ અવાજ ઉઠાવ્યો છે. દિલ્હીની જેમ ગુજરાતમાં એઇમ્સની સ્થાપના કરવા અંગે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે વડોદરા ખાતે સર્વે કર્યો હતો.

ત્યારબાદ થોડા વખત પહેલા રાજકોટ ખાતે એઇમ્સની સ્થાપના કરવામાં આવશે તેવી જાહેરાત પણ થઈ હતી ત્યાર પછી આજદિન સુધી કોઈ ખાસ કાર્યવાહી થઈ નથી તેવે સમયે સંસદના ચોમાસુ સત્રમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ વડોદરામાં એઇમ્સની સ્થાપના કરવા મંજૂરી આપવા રજૂઆતથી ફરી ગુજરાતમાં AIIMS ને લઈ રાજકીય હડકમ્પ ઉભો થયો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ અખિલ ભારતીય આયુ વિજ્ઞાન સંસ્થાન અંતર્ગત એઇમ્સની સ્થાપના અને મંજુરી આપવા અંગે નિયમ 377 પ્રમાણે રજૂઆત કરી છે.

તેમણે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, દેશમાં પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાનો ઉદેશ સામાન્યરૂપે દેશના વિભિન્ન વિસ્તારોમાં સ્વાસ્થ્યની સુવિધાની સંતુલન અને વ્યવસ્થિત કરવાનો હેતુ છે. ગુણવત્તા પૂર્ણ ચિકિત્સા સુવિધામાં વૃદ્ધિ થાય તેવા શુભ આશયથી નવી એઇમ્સની સ્થાપનામાં હોસ્પિટલ ટ્રોમા સેન્ટર મેડિકલ કોલેજ તથા અન્ય મેડિકલ સુવિધાઓ નવી દિલ્હીમાં એઇમ્સની પેટર્ન પ્રમાણે નિર્માણ કરવાનો છે.

ગુજરાતમાં એઇમ્સની સ્થાપના માટે વડોદરા શહેર ખુબ જ સુવિધાપૂર્ણ આદર્શ સ્થળ છે. કારણ કે ગુજરાતના ઉત્તર દક્ષિણ વિસ્તાર ઉપરાંત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશના પણ લોકો મેડીકલની સારવાર માટે વડોદરા આવતા હોય છે. વડોદરા નગર સમગ્ર ગુજરાત સાથે પાડોશી 2 રાજ્યોના લોકો માટે આરોગ્યની સુવિધાનું કેન્દ્ર બિંદુ હોય જેને ધ્યાને લઇ તાત્કાલિક વડોદરામાં એઇમ્સની મંજૂરી અપાઈ તેવી રજુઆત કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud