• ખાસ ફરજ પરના અધિકારીએ હોમ બેઝ કોવીડ કેરને સુદ્રઢ કરવા સંજીવની અભિયાન શરૂ કરાવ્યું
  • ઘરે રહીને કોવિડની સારવાર એટલે કે હોમ બેઝ કોવીડ કેરને વધુ સુદ્રઢ કરવાના હેતુસર સંજીવની અભિયાનનો આરંભ

WatchGujarat ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ઘરે રહીને કોવિડની સારવાર એટલે કે હોમ બેઝ કોવીડ કેરને વધુ સુદ્રઢ કરવાના હેતુસર સંજીવની અભિયાનનો સયાજી હોસ્પિટલના ઓડીટોરિયમ ખાતે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે તથા આરોગ્ય અધિકારીઓએ આ અભિયાનની ઘેર રહીને સારવાર લેતા દર્દીઓની મુલાકાત સહિત ની કાર્ય પદ્ધતિનું તેની સાથે સંકળાયેલા આશા વર્કર,નર્સ બહેનો, તબીબી અઘિકારીઓ અને ઝોનલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.

ડો.રાવે જણાવ્યું કે આ વ્યવસ્થા સાવચેતીનું વધુ એક કદમ છે.જેમની ઘર સારવાર શક્ય છે એ લોકો બિન જરૂરી દવાખાનામાં દાખલ ન થાય અને ખોટો ખર્ચ ન કરે એ પ્રકારની સ્થિતિ સર્જવામાં આ અભિયાન ઉપયોગી બનશે. તેમણે સયાજી હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષકશ્રી તેમજ અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજીને કોવીડ સારવારની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું કે હાલમાં હોસ્પિટલમાં કોરોના સારવાર માટે ઉપલબ્ધ 575 બેડ પૈકી 253 બેડ પર દર્દીઓ છે. 322 બેડ ઉપલબ્ધ છે. 150 જેટલાં વેન્ટિલેટર અને નોન વેન્ટિલેટર બેડ પૈકી 93 પર દર્દીઓ છે અને 57 ખાલી છે.

અગ્રિમ આયોજનના ભાગરૂપે 50 આઇસીયુ બેડ વધારવાનો નિર્ણય લઈને તેમણે ન્યુ સર્જિકલ બ્લોકના જી- 1 વોર્ડ અને જૂની ઇમરજન્સી બિલ્ડિંગના અન્ય એક વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું અને સુવિધાઓને આઇસીયુમાં પરિવર્તિત કરવા માટે વિચાર વિમર્શ કર્યો હતો.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud