• વડોદરાની હોટેલમાં મફત જમવાનું માંગી ચાર યુવકોએ કર્મીને ઢીબી નાખ્યો, સાથેજ હોટેલના સંચાલકને મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા
  • મફત જમવાનું માંગતા ચાર યુવકો અને હોટેલના સ્ટાફ વચ્ચે થઇ તકરાર
  • ચાર યુવકો પૈકી એકે હોટેલના કર્મિ પર પીવીસી ની પાઇપ વડે હુમલો કર્યો
  • હોટેલના સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી આપી ચારે યુવકો નાસી છૂટ્યા
  • ચારે યુવકો વિરુદ્ધ વાડી પોલીસ મથકે મારા મારી અને જાનથી મારી નાખવાની કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ
Representative Image

WatchGujarat. વડોદરા શહેરના મોગલવાળા વિસ્તારમાં આવેલી શાલીમાર હોટેલમાં મફત જમવાનું માંગવાની બાબતે તકરાર થતા ચાર હુમલાખોરોએ હોટેલના કર્મચારીને પાઇપ વડે મારી અને સાથે જ હોટેલ સંચાલકને મારી નાખવાની ધામકી આપવાનો બનાવ વાડી પોલીસ મથકે નોંધાયો છે.

આ મામલે પ્રાપ્ત વિગત અનુસાર, વડોદરા શહેરના આજવા રોડના રહેવાસી 44 વર્ષીય રફીક કુરેશી મોગલવાળા જહાંગીરપુરા મસ્જિદ પાસે આવેલી શાલીમાર હોટેલમાં છેલ્લા બાર વર્ષથી નોકરી કરે છે. ગત 11 ઓગસ્ટના રોજ રફીક ભાઈ રાબેતા મુજબ હોટેલ પર હાજર હતા અને અંદાજે બપોરના અઢી વાગ્યાના અરસામાં હોટેલ પર ચાર યુવકો આવ્યા હતા. જેમાંથી એક તૌસીફ શેખ તથા જાવેદ ગોદરિયા અને બે અજાણ્યા ઈસમો.

આ ચારે યુવકો હોટેલ પર આવી તેમની પાસે પૈસા નથી તેમ કહી બળજબરી રીતે રફીકભાઈ પાસે જમવાનું માંગી રહ્યા હતા. રફીકભાઇએ તે ચારે યુવકોને મફત જમવાનું નહિ મળે તેમ કહેતા એ ચાર પૈકી ના તૌસીફએ ઉશ્કેરાઈ જઈ હાથમાં રહેલી પી.વી.સી ની પાઇપ વડે જોરથી પગમાં મારી દીધું હતું. આ જોતા હોટેલનો સમગ્ર સટાફ એકત્રિત થઇ જતા. ચારે યુવકોએ હોટેલના સંચાલકનું કોલર પકડી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને જોત જોતામા હોટેલ પરથી નાશી છૂટ્યા હતા.

આ બનાવ અંગે રફીકભાઇએ વાડી પોલીસ સ્ટેશનએ ચારે યુવકો વિરુદ્ધ મારામારી એની જાનથી મારી નાખવાની ધમકી ની કલમો અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.પોલીસે રફીકભાઇની ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud