• ઇન્ટરનેટના જમાનામાં સૌ કોઇ લોકપ્રિય થવા ઇચ્છે છે. લોક પ્રિયતા મેળવવા માટે લોકો કોઇ પણ ભોગે હદ ઓળંગતા પણ ખચકાતા નથી
  • અત્યાર સુધી મારકણા હથિયાર વડે બર્થ ડે ઉજવ્યાના કિસ્સાઓમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી એટલી અસરકાર નિવડી નથી કે અન્ય લોકો આટલું કરતા અટકી શકે
  • પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે વિડીયોમાં તલવાર વડે કેક કાપતા અને તલવાર વડે ટોલનાકા પર તલવારના જોખમી કરતબ કરનાર વ્યક્તિ શેલેન્દ્ર રાજપુત છે
  • હાઇવે પર આ રીતે અન્યનો જીવ જોખમમાં મુકે તેવી રીતે કરતબ બતાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે હવે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે

WatchGujarat. સોશિયલ મીડિયાના જમાનામાં હવે લોકો છવાઇ જવા માટે કોઇ પણ હદ સુધી જવા તૈયાર છે. તેવા વિડીયો સોશિયલ મીડિયામાં જ અવાર નવાર વાયરલ થતા હોય છે. તાજેતરમાં વડોદરા નજીક આવેલા હાલોલ ટોલનાકા પર એક શખ્સે તલવાર વડે કેક કાપી હતી. એટલું જ નહિ ત્યાર બાદ ટોલનાકા પાસે જાહેરમાં જોખમી તલવારના કરતબ પણ બતાવ્યા હતા. જાહેરમાં તલવારના કરતબ કરી અન્યના જીવને જોખમ ઉભુ કરવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર છે.

ઇન્ટરનેટના જમાનામાં સૌ કોઇ લોકપ્રિય થવા ઇચ્છે છે. લોક પ્રિયતા મેળવવા માટે લોકો કોઇ પણ ભોગે હદ ઓળંગતા હોય છે. વડોદરામાં અગાઉ રાત્રી કર્ફ્યુ દરમિયાન ગુપ્તી, તલવાર જેવા હથિયારો વડે બર્થડે કેક કાપ્યાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા. અને ત્યાર બાદ પોલીસ દ્વારા તમામ કિસ્સાઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી. અત્યાર સુધી મારકણા હથિયાર વડે બર્થ ડે ઉજવ્યાના કિસ્સાઓમાં કરવામાં આવેલી કામગીરી એટલી અસરકાર નિવડી નથી કે અન્ય લોકો આટલું કરતા અટકી શકે.

તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો હતો. વિડીયો વડોદરા – હાલોલ ટોલનાકાનો હોવાનું અનુમાન છે. અને પ્રાપ્ત પ્રાથમિક વિગતો પ્રમાણે વિડીયોમાં તલવાર વડે કેક કાપતા અને તલવાર વડે ટોલનાકા પર તલવારના જોખમી કરતબ કરનાર વ્યક્તિ શેલેન્દ્ર રાજપુત છે. અને તેઓ વડોદરા – હાલોલ ટોલનાકાનો જનરલ મેનેજર છે. શૈલેન્દ્ર રાજપુતે તેના ફેસબુક એકાઉન્ટ પરથી અન્ય એક વિડીયો પણ શેર કર્યો હતો. જેમાં ટોલનાકાની બાજુનો રસ્તો ડીજે વડે બ્લોક કરીને લઠ દાવ ના કરતબ બતાવવામાં આવ્યા હતા. હાઇવે પર આ રીતે અન્યનો જીવ જોખમમાં મુકે તેવી રીતે કરતબ બતાવવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાને કારણે હવે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થવાને કારણે હવે આ મામલે શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌ કોઇની નજર રહેલી છે. આ પ્રકારના કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય તેવી કાર્યવાહી કરવી જોઇએ તેવી લોકલાગણી જોવા મળી રહી છે.

નોંધ – watchgujarat.com દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો અંગે કોઇ પુષ્ટિ કરવામાં આવી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud